રાજ્યમાં હવે કોરોનાની બીજી લહેરનો અંત થયો છે. જોકે ત્રીજી લહેરની આશંકાઓ આરોગ્ય વિભાગે તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે મહાનગરપાલિકાઓ માટે  પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં શાળા અને કૉલેજો શરૂ કરવાના સમયે  RTPCR ટેસ્ટિંગ બૂથ કાર્યરત કરવા માટે અપાયા છે નિર્દેશ.


આરોગ્ય વિભાગના પરિપત્ર બાદ અમદાવાદ મહાનગર પાલિકા પ્રશાસને શરૂ કરી છે તૈયારીઓ. જે શૈક્ષણિક સંસ્થાઓની ભલામણ આવશે ત્યાં મહાનગર પાલિકાના માધ્યમથી ઊભા કરાશે RTPCR બુથ. તો અમદાવાદ મહાનગર પાલિકાના ઉપક્રમે 39 સ્થળે ચાલી રહી છે કોરોના ટેસ્ટીંગની કામગીરી. આ સાથે કૉમ્યુનિટી હેલ્થ સેંટર ખાતે પણ શરૂ કરાઈ છે RTPCR ટેસ્ટની સુવિધા.


ગુજરાતમાં કોરોના કેસ


ગુજરાતમાં કોરોના વાયરસના (Gujarat Corona Cases) 19 કેસ નોંધાયા છે. રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના વાયરસના કેસ શૂન્ય છે. રાજ્યમાં ગઈકાલે કોરોના વાયરસના નવા  19  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 17 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં ગઈકાલે એક પણ દર્દીનું મોત નથી થયું.  રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,778 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


ગઈકાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 5,51,121 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 3,71,32,599 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


હાલમાં અત્યાર સુધી 209 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 204 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,778 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10077 લોકોનાં મોત થઇ ચુક્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 19  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 17 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે.  રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,778 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા જેટલો છે.