ઓમ પુરીએ નસીરૂદ્દીન શાહ સાથે શરૂ કર્યા'તા સિગરેટ-દારૂ અને નોનવેજ, આવી હતી દોસ્તી
ઓમ પુરીએ ડ્રામેટિક્સ શીખવા માટે 1973માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)માં પ્રવેશ લીધો હતો. જ્યાં નસીરૂદ્દીન શાહ તેમના સહાધ્યાયી હતા.
ઓમ પુરી જ્યારે મુંબઈ કારકીર્દી બનાવવા ગયા ત્યારે સૌથી પહેલા તે નસીરૂદ્દીન શાહ સાથે જ પેઈંગ ગેસ્ટ તરીકે રહ્યા હતા.
ઓમ પુરીનું 66 વર્ષની વયે હ્રદય રોગના હુમલાથી મુંબઈમાં નિધન થયુ છે. ‘અર્ધસત્ય’, ‘આક્રોશ’, ‘મિર્ચ મસાલા’,‘મંડી’, જેવી ફિલ્મો અને ‘તમસ’ જેવી ટેલિ ફિલ્મમાં અભિનય માટે ખૂબ વખણાયેલા ઓમ પુરીને બે વાર નેશનલ અવોર્ડ અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા. ઓમ પુરીના બીજા પત્ની નંદિતા પુરીએ 2009 તેમની બાયોગ્રાફી લખી હતી. બાયોગ્રાફી Unlikely Hero: The Story Of Om Puri માં ઓમ પુરીના જીવનના કેટલાક રસપ્રદ કિસ્સાઓને વાંચો Abpasmita.in પર. અહીં વાંચો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સમયથી શરૂ થયેલી નસીરૂદ્દીન શાહ સાથેની મૈત્રીની.
પછી નસીર સાથે જ તેમણે નોનવેજ ફૂડ ટ્રાય કર્યુ હતું. પહેલા મટન ગ્રેવી પછી મટન પિસ ચાખ્યું હતું. અને આ પછી ચિકન અને ફિશ પણ ભાવવા લાગ્યું હતું. જો કે હજી પણ સૌથી વધારે તેમને પાલખ ભાવે છે.
નંદિતાએ બાયોગ્રાફીમાં લખ્યુ છે કે, દિલ્લી NSDમાં પ્રવેશ લીધો ત્યાં સુધી ઓમે સિગરેટ-દારૂ કે નોનવેજનું સેવન કર્યુ નહોતું. સૌથી પહેલા તેનો સિગરેટ સાથે પરિચય કરાવનારા હતા નસીરૂદ્દીન શાહ. જે NSDમાં તેમની સાથે ભણતા. અને થોડા સમયમાં ઓમે સિગરેટ શરૂ કરી દીધી હતી.