નોટબંધીથી બેંકોને પડ્યો સૌથી મોટો ફટકો, 60 વર્ષમાં સૌથી ઓછો રહ્યો ક્રેડિટ ગ્રોથ
નવી દિલ્હીઃ નોટબંધી બાદ બેંકોનો ક્રેડિટ ગ્રોથ (લોન કારોબાર)માં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે. 23 ડિસેમ્બરના રોજ બેંકોનો ક્રેડિટ ગ્રોથ ઘટીને ઐતિહાસીક નીચલી સપાટી 5.1 ટકા પર આવી ગયો. SBIના ચીફ ઇકોનોમિસ્ટ સૌમ્ય કાંતિ ઘોશ અનુસાર ક્રેડિટ ગ્રોથની આ 60 વર્ષની સૌથી નીચી સપાટી છે. જોકે વ્યાજ દરમાં ઘટાડો આવવાથી હાઉસિંગ સેક્ટરમાં છવાયેલી મંદી દૂર થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ એસબીઆઈએ વ્યાજ દરમાં 0.9 ટકાનો ઘટાડો કર્યો છે. તેનાથી સ્પષ્ટ રીતે હાઉસિંગ સેક્ટરને મજબૂતી મળશે. એસબીઆઈએ 1 જાન્યુઆરીથી લઈને ત્રણ વર્ષ સુધીના ગાળાની લોનના દરમાં 0.9 ટકાનો ઘટાડો કર્યો હતો.
SBIએ એક રિપોર્ટમાં ગુરુવારે આ વાતનો ખુલાસો કર્યો છે. SBIના ઈકોનરેપ-ઋણવૃદ્ધિ પર સટ્ટાખોરી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓછો ક્રેડિટ ગ્રોથ ચિંતાનો વિષય છે. SBI અહેવાલ અનુસાર તમામ શેડ્યૂલ્ડ કોમર્શિયલ બેંકોના ડેટા એ વાતનો ઈશારો કરે છેકે ક્રેડિટ ગ્રોથ વાર્ષિક ધોરણે 23 ડિસેમ્બરના રોજ ઐતિહાસીક નીચલી સપાટી પર ઘટીને 5.1 ટકા નોંધાયો છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 11 નવેમ્બર અને 23 ડિસેમ્બરની વચ્ચેના ગાળા દરમિયાન ક્રેડિટ ગ્રોથમાં 5229 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે આ દરમિયાન બેંકોની જમા રકમમાં અંદાજે 4 લાખ કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -