મુંબઈઃ અર્જુન કપૂર સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય રહે છે. તે કોઈને કોઈ બહાને સેલિબ્રિટીની મજાક ઉડાવતો રહે છે. આ વખતે તેનો ટાર્ગેટ કોઈ અન્ય નહીં પરંતુ બોલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફ બની છે. શુક્રવારે કેટરિનાએ તેના પરફોર્મન્સનો ફોટો શેર કર્યો હતો. જેની અર્જુન કપૂરે મજાક ઉડાવી હતી.
કેટરીનાએ IIFA એવોર્ડ્સનો ફોટો શેર કર્યો છે. જેમાં તે બ્લેક કલરના સનગ્લાસ પહેરીને નજરે પડી રહી છે. ફોટો શેર કરીને કેટરીના લખ્યું, IIFA આ વર્ષે મુંબઈમાં 20 વર્ષનો જશ્ન મનાવશે. IIFAના સ્ટેજ પર પરફોર્મ કરવાથી અલગ એનર્જી આવે છે. રાહ નથી જોઈ શકાતી. ન્યૂયોર્ક એવોર્ડમાં કાલા ચશ્મા પર પરફોર્મ કર્યું.
કેટરીનાના આ ફોટા પર અર્જુન કપૂર તેની મજાક ઉડાવવા લાગ્યો. અર્જુન કપૂરે કમેન્ટ કરી, તેને દિવસે પહેરો, રાતે નહીં. તુ પડવા નથી માંગતી ગર્લ. અર્જુન મલાઇકાના મોટાભાગના ફોટા લાઇક કરતો હોય છે અને ઘણા ફોટા પર કોમેન્ટ પણ કરે છે.
અર્જુન કપૂરે કેટરીનાને પ્રથમ વખત ટ્રોલ કરી હોય તેવું પ્રથમ વખત નથી. આ પહેલા અર્જુને કેટરીનાના મેક્સિકો વેકેશનના ફોટ પર પણ આવી કોમેન્ટ કરી હતી. કેટરીના રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીમાં અક્ષય કુમાર સાથે નજરે પડશે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે.
સુરતમાં પ્રથમ વખત રમાશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ, જાણો કઈ ટીમ વચ્ચે થશે ટક્કર
દીપિકા પાદુકોણ પ્રેગ્નેન્ટ છે? રણવીર સિંહના લાઈવ ચેટમાં શું જાણવા મળ્યું? જાણો વિગત
શાસ્ત્રીની હેડ કોચ તરીકે પસંદગી પર ભડક્યા ફેન્સ, સોનિયાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા સાથે કરી તુલના
મલાઇકાને છોડી અર્જુન કપૂર કઇ એક્ટ્રેસ પાછળ પડ્યો? જાણો વિગત
abpasmita.in
Updated at:
17 Aug 2019 04:20 PM (IST)
અર્જુન કપૂર સોશિયલ મીડિયા પર ઘણો સક્રિય રહે છે. તે કોઈને કોઈ બહાને સેલિબ્રિટીની મજાક ઉડાવતો રહે છે. આ વખતે તેનો ટાર્ગેટ કોઈ અન્ય નહીં પરંતુ બોલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફ બની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -