હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તે હાલ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ અસર કરી રહી છે. પરંતુ આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા ઘટી જશે. ઉત્તર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી સારો એવો વરસાદ પડે તેવી સંભાવના છે. શનિવારથી આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઘટશે.
અત્યાર સુધી રાજ્યભરમાં 87 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજૂ ચોમાસાના 45 દિવસ બાકી છે. ત્યારે રાજ્યના તમામ વિસ્તારમાં તબક્કાવાર સારો વરસાદ થયો છે. વરસાદનો વિરામ ખેડૂતો માટે લાભદાયક રહેશે. હવામાન વિભાગના મતે હવે પછી 15 દિવસ દરમિયાન કોઈ વરસાદી સિસ્ટમની સંભાવના નહીં.
હવામાન વિભાગે આગામી 24 કલાકની આગાહી આપ્યા બાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મહિસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. બનાસકાંઠામાં શુક્રવારે સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જીલ્લામાં છેલ્લા 24 કલાકથી ધીમીધારે વરસાદ પડ્યો હતો.