હોટ એક્ટ્રેસ રીચા ચઢ્ઢા કોની સાથે પહોંચી ઓસ્કાર એવોર્ડ સમારોહમાં? આ ભારતીય હતો ઓસ્કારની રેસમાં, જાણો વિગત
અમેરિકામાં આને ટીવી ચેનલ ABC પર રાત્રે 8 વાગે પ્રસારિત કરવામાં આવે છે અને ભારતમાં આને સોમવારે સવારે 5.30 વાગે બ્રૉડકાસ્ટિંગ કરવામાં આવ્યો.
કાર્યક્રમ અમેરિકાના લૉસ એન્જેલિસમાં હૉલીવુડના ડૉલ્બી થિએટરમાં આયોજિત કરવામાં આવી રહ્યો છે. દુનિયાના કેટલાક મોટો ડાયરેક્ટર્સ પોતાની ફિલ્મ અને કલાકારોની સાથે આ ઇવેન્ટમાં પહોંચ્યા છે.
અલીએ તે અફવાઓનું ખંડન કર્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે રીચાની સાથે આગામી 90માં ઓસ્કાર એવોર્ડમાં ભાગ લેશે. 'વિક્ટોરિયા એન્ડ અબ્દુલ' બે સીરીઝ- બેસ્ટ કૉસ્ચ્યૂમ ડિઝાઇન અને મેકઅપ અને હેરસ્ટાઇલિંગમાં ઓસ્કારની રેસમાં સામેલ છે. સ્ટીફન ફ્રીર્સ દ્વારા નિર્દેશિત 'વિક્ટોરિયા એન્ડ અબ્દુલ' શ્રાવણી બસુના ઉપન્યાસ પર આધારિત છે, આની સ્ટૉરી રાની વિક્ટોરિયા અને અબ્દુલના સંબંધો પર આધારિત છે.
બૉલીવુડ હૉટ સ્ટાર રીચા ચઢ્ઢા પોતાના બૉયફ્રેન્ડ એક્ટર અલી ફઝલ સાથે પ્રી-ઓસ્કાર ડબલ્યૂએમઇ પાર્ટીમાં સાથે દેખાયા. અલીએ રવિવારે ઇન્સ્ટાગ્રામ પર રીચા ચઢ્ઢાની સાથેનો ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, હું કસમ ખાઉ છું કે આ આ ફોટોનો કોઇ પ્લાનિંગ ન હતો... હાહા! પણ જેફ ઉર્ફ લિયો આ સેલ્ફીમાં જોવા મળ્યા. ભીડથી અલગ જેટલું જોઇ શકો છો જુઓ, કેમેરામાં બેસ્ટ લોકો સાથે ગઇરાત્રે (શનિવાર) ડબલ્યૂએમઇ પાર્ટીમાં હાજર રહેવું સન્માનની વાત છે.
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાય સમયથી લાઇમલાઇટથી દુર રહેલી બૉલીવુડ હૉટ એક્ટ્રેસ રીચા ચઢ્ઢા અત્યારે ઓસ્કાર એવોર્ડ સમારોહના સ્ટેજ પર જબરદસ્ત અંદાજમાં પહોંચી છે. તેને આ ઇવેન્ટનો ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં રીચા ચઢ્ઢા પોતાના બૉયફ્રેન્ડ સાથે હળવાશની પળોમાં સેલ્ફી લઇ રહી છે.