દુબઈમાં બોનીએ ડુપ્લિકેટ ચાવીથી શ્રીદેવીના હોટલના રૂમનો દરવાજો ખોલ્યો ને સામે..........
બોની કપૂરે બેડરૂમમાં જઇને બાથરૂમનો દરવાજો ખખડાવ્યો અને શ્રીદેવીને અવાજ લગાવ્યો, પરંતુ કોઇ જ જવાબ મળ્યો નહીં. જેને કારણે ગભરાયેલા બોનીએ દરવાજો ખોલ્યો અને દરવાજો ખુલતા જ તેઓ ચોંકી ગયા. બાથટબ પાણીથી ભરેલો હતો અને શ્રીદેવી માથેથી લઇને પગ સુધી ડૂબેલી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોની કપૂરે કહ્યું કે, રોમેન્ટિક ડિનર પર જતાં પહેલા શ્રીદેવી સ્નાન કરવા માટે ગઇ અને હું લિવિંગ રૂમમાં જતો રહ્યો. નાહટાનાં કહ્યા પ્રમાણે બોની કપૂરે 15 20 મિનિટ સુધી મેચ જોઇ અને ત્યારબાદ તેમણે લિવિંગ રૂમમાંથી શ્રીદેવીને 2 વાર અવાજ લગાવ્યો, પરંતુ શ્રીદેવી તરફથી કોઇ જ જવાબ મળ્યો નહીં.
શ્રીદેવી બોનીની દીકરી જાહનવીએ બોનીને કહ્યું હતું કે, મમ્મી બે દિવસથી એકલી છે અને તે ડરશે. માં પોતાનો પાસપોર્ટ અને બીજા જરૂરી કાગળો ખોઇ શકે છે.” બોની એ પછી દુબઈ એરપોર્ટ પર ઉતર્યો. એરપોર્ટ પર જ્યારે શ્રીદેવીનો ફોન આવ્યો ત્યારે મેં કહ્યું કે, હું જરૂરી મીટિંગમાં વ્યસ્ત હોઇશ તો થોડોક સમય ફોન બંધ રહેશે.
બોની કપૂરે કોમલ નાહટાને જણાવ્યું, 24 ફેબ્રુઆરીનાં રોજ મેં શ્રીદેવી સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું, પાપા હું તમને યાદ કરું છું. (શ્રીદેવી બોની કપૂરને પ્રેમથી પાપા કહીને બોલાવતી હતી. બોનીએ પણ શ્રીદેને કહ્યું હતું કે હું પણ તને યાદ ખુબ જ યાદ કરું છું, પરંતુ એવું નહોતું જણાવ્યું કે પોતે એ સાંજે દુબઇમાં જ તેને મળવાનો છે.
બોનીએ શ્રીદેવીને રોમેન્ટિક ડિનર પર લઇ જવાનું કહ્યું પણ શ્રીદેવી દીકરી માટે શોપિંગ કરવા જવા માગતી હતી. બોનીએ શ્રીદેવીને શૉપિંગનો પ્લાન કેન્સલ કરવા માટે મનાવી અને બીજા દિવસે શોપિંગ કર્યા પછી બંનેએ 24 ફેબ્રુઆરીને જગ્યાએ 25 ફેબ્રુઆરીનાં રોજ ભારત પરત આવવાનું આયોજન કર્યું.
મુંબઈઃ બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીનાં અચાનક નિધનને કારણે તેમનો પરિવાર અને ચાહકો દુ:ખી છે ત્યારે શ્રીદેવીના પતિ બોની કપૂરે આ ઘટના બની તે સાંજે શું થયું હતું તે અંગે વાત કરી છે. બોનીએ પોતાના ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાને કહેલ વાત નાહટાએ પોતાના બ્લોગમાં લખી છે.
બોની કપૂર દુબઇ જઇને શ્રીદેવીને સરપ્રાઇઝ આપવા માંગતા હતા. દુબઇનાં સમય પ્રમાણે બોની સાંજે 6:20 વાગ્યે હોટલ પહોંચ્યા હતા. હોટલમાં ચેક ઇન કર્યા બાદ શ્રીદેવીનાં રૂમની ડુપ્લિકેટ ચાવી લીધા બાદ તેમણે બેલ બોયને કહ્યું કે તે તેમની બેગ રૂમમાં ના લઇને આવે કેમકે તેઓ શ્રીદેવીને સરપ્રાઇઝ આપવા ખૂબ જ ઉત્સુક હતા.
બોનીએ ડુપ્લિકેટ ચાવીથી શ્રીદેવીનો રૂમ ખોલ્યા. અચાનક જ આ રીતે રૂમ ખૂલ્યો તેથી શ્રીદેવી પહેલાં તો ડરી ગઈ. શ્રીદેવીની આ હાલત જોઈને બોની હસવા લાગ્યો, શ્રીદેવીએ પણ ચીસ પાડી અને ખુશ થઈને દોડીને એ બોનીને વળગી પડી અને બંનેએ એકબીજાને પ્રેમી યુગલની જેમ ગળે લગાવ્યા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -