ભારતીય મૂળની આ મોડલે કર્યો ચોંકાવનારો ખુલાસો, 16 વર્ષ થયો હતો બળાત્કાર
આ વાતથી પદ્મલક્ષ્મી ફક્ત એટલું જ કહેવા માગે છે કે ક્યારેક ક્યારેક મહિલાઓ માટે મુશ્કેલ થઇ જાય છે પોતાની સાથે થયેલાં યૌન અપરાધ વિશે કોઇને વાત કરવી. બાદમાં લોકો પીડિતાને જ દોષ દે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપદ્મલક્ષ્મીએ તેનાં અનુભવ શેર કરતા કહ્યું કે, તે તેનાં મિત્રની સાથે પાર્ટીમાંથી નીકળી અને મોડુ થવાને કારણે તે મિત્રનાં ઘરે જ રોકાઇ ગઇ હતી. રાત્રે તેને અહેસાસ થયો કે તેનો મિત્ર તેની સાથે ખોટી હરકત કરી રહ્યો છે. તેણે તેને હટાવ્યો પણ આ મામલે કોઇને કોઇ જ ફરિયાદ કરી ન હતી. જ્યારે તેને તેની માને આ વિશે વાત કરી તો તેની માતાએ પદ્મલક્ષ્મીને થોડા દિવસ માટે ભારત મોકલી દીધી હતી.
ટ્રમ્પનો તર્કહતો કે જો જજ વિરુદ્ધ લાગેલા આરોપોમાં સત્યતા હોત તો આ મહિલાઓએ આ મામલે ખુબ પહેલાં જ પગલાં લીધા હોત અને પોલીસમાં ફરિયાદ કરી હોત. પદ્મા લક્ષ્મીએે આ મામલે પોતાનો મત મુકતા પોતાનો અનુભવ શેર કર્યો હતો. પદ્મલક્ષ્મી જેની માતા ભારતીય છે અને તેનો જન્મ ચેન્નઇમાં થયો છે.
પદ્મ લક્ષ્મી આ વિશે ત્યારે ખુલાસો કર્યો જ્યારે અમેરિકાએ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવામાં આવેલા બ્રેટ કાવાના પર બે મહિલાઓ દ્વારા જાતીય શોષણનો આરોપ લાગ્યો અને આ મામલે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રેટનું સમર્થન કર્યુ હતું.
નવી દિલ્હીઃ અમેરિકન ટીવી પર્સનાલિટી, રાઈટર, એક્ટર અને મોડલ પદ્મા લક્ષ્મીએ હાલમાં જ પોતાની સાથે થયેલ જાતીય શોષણ વિશે મોટો ખુલાસો કર્યો છે. 'Top Chef'ની હોસ્ટ પદ્માએ જણાવ્યું કે, 16 વર્ષની ઉંમરમાં તેના એક 23 વર્ષના બોયફ્રેન્ડે તેના પર બળાત્કાર કર્યો હતો. તે સમયે તે સેક્સ માટે તૈયાર ન હતી પરંતુ તેમ છતાં બોયફ્રેન્ડે તેના પર બળાત્કાર કર્યો હતો. એટલું જ નહીં માત્ર 7 વર્ષની ઉંમરમાં જ પદ્મા લક્ષ્મીએ જાતીય શોષણનો સામનો કરવો પડ્યો હતો. પોતાના દાદા-દાદીની સાથે ભારત રહેવા આવેલ પદ્માનું તેના અંકલે જાતીય શોષણ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -