સુપ્રીમ કોર્ટે આધારને ગણાવ્યું સલામત, મોબાઇલ-બેંક ખાતા સાથે લિંક કરવું જરૂરી નહીં
સુપ્રીમ કોર્ટે આ અંગે ચુકાદો આપતા કહ્યું કે બેંકો તેના ગ્રાહક પાસેથી આધાર કાર્ડ માંગી શકે નહીં. જોકે, સુપ્રીમ કોર્ટે પાનકાર્ડ સાથે આધારને લીંક કરવાનું ફરજિયાત ગણાવ્યું છે. આનો સીધો મતલબ એવો થાય છે કે ખાનગી કંપનીઓ જેવી કે ટેલિકોમ કંપનીઓ, ઇ-કોમર્સ કંપનીઓ તમારો બાયોમેટ્રિક ડેટા માંગી શકે નહીં. આથી સીમકાર્ડ ખરીદતી વખતે આધાર કાર્ડ આપવું જરૂરી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: આધાર કાર્ડ અનિવાર્યતા મામલે સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેંચે ફેંસલો સંભળાવ્યો હતો. સૌથી પહેલા જસ્ટિસ એકે સીકરીએ ફેંસલો વાંચ્યો હતો. આ ઉપરાંત ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ એમ ખાનવિલકરે પણ ફેંસલો વાંચ્યો હતો. જજે ફેંસલામાં કહ્યું તે, આધાર કાર્ડ આમ આદમીની ઓળખ છે. તેના પર હુમલો બંધારણની વિરુદ્ધમાં છે.
કોર્ટે જણાવ્યું હતું કે, યુજીસી, એનઇઇટી અને સીબીએસઇ પરીક્ષાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત છે, બાયોમેટ્રિક ડેટા કોર્ટની મંજૂરી વગર કોઇપણ એજન્સી સાથે શેર કરી શકાશે નહીં. કોર્ટના નિર્ણય પ્રમાણે ઇન્કમટેક્સ અધિનિયમ કલમ 139એએને યથાવત્ રાખવામાં આવી છે. આ સાથે જ કહેવામાં આવ્યું છે કે, પ્રાઇવેટ બેન્ક અને ખાનગી કંપનીઓમાં આધાર જરૂરી નથી. મોબાઇલ કંપની આધાર કાર્ડ ન માગી શકે.
તમામ બેંકોએ તેના ખાતા સાથે આધાર કાર્ડનો જોડવું ફરજિયાત બનાવ્યું હતું. આવું નહીં કરવાના કેસમાં બેંકો ગ્રાહકોના ખાતા ફ્રિઝ કરી રહી હતી. આ ઉપરાંત વિવિધ ટેલિકોમ ઓપરેટરો પણ ગ્રાહકોને આધાર નંબર આપવા માટે ફરજ પાડી રહી હતી. સુપ્રીમના આજના ચુકાદા બાદ બેંકો અને ટેલિકોમ ગ્રાહકોને આધારની વિગતો આપવામાંથી મુક્તિ મળશે.
જસ્ટીસ સીકરીએ કહ્યું કે, આધાર અને બીજા આઇડેટીં પ્રૂફમાં મૂળ અંતર યુનીકનેસમાં છે. યુનિક આઇડેન્ટી કાર્ડમાં હાંસિયામાં ધકેલાયેલા લોકોને ઓળખ મળે છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, ડેટા શેરિંગ ઉપર ફેસલો જ્વોઇન્ટ સેક્રેટરી અથવા એનાથી ઉપરના લોકો નિર્ણય લઇ શકે છે. આધારથી વસ્તીના મોટાભાગને ફાયદો થઇ રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -