કરણી સેનાના વિરોધની કોઈ અસર નહીં, પદ્માવતે બે દિવસમાં કરી તાબડતોડ કમાણી, જાણો કલેક્શન
નવી દિલ્હીઃ ફિલ્મ પદ્માવતનો જેટલો વિરોધ થઈ રહ્યો હતો હવે બોક્સ ઓફિસ પર દર્શકોની સંખ્યા એટલી જ વધતી જોવા મળી રહી છે. રણવીર સિંહની નેગેટિવ ભૂમિકાનીએ પ્રશંસકના દીલ જીતી લીધા છે. જ્યારે દીપિકા પાદુકોણ ફિલ્મનું આકર્ષણ રહી છે. પહેલા દિવસે શાનદાર રિસ્પોન્સ મળ્યા બાદ બીજા દિવસે તેનાથી પણ વધારે સારી કમાણી જોવા મળી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅક્ષય કુમારની ‘પેડમેન’ અને મનોજ વાજપેઈની ‘ઐય્યારી’ પણ આ જ દિવસે રીલિઝ થવાની હતી પરંતુ દીપિકા-શાહિદ અને રણવીર સિંહને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘પદ્માવત’ 26 જાન્યુઆરીના રોજ રીલિઝ થવાના કારણે આ ફિલ્મ્સ હવે 9 ફેબ્રુઆરીએ થિયેટર્સમાં આવશે.
દેશના ચાર મોટા રાજ્યોમાં ફિલ્મ રિલીઝ નથી થઈ છતાં અન્ય રાજ્યોમાં દર્શકોમાં સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાઉથ અને બોલીવુડ ફિલ્મોના ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ પોતાના ટ્વીટ દ્વારા જણાવ્યું કે, દીપિકા પાદુકોણની ફિલ્મ પદ્માવતે માત્ર 2 દિવસની અંદર 50 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી લીધી છે.
રમેશ બાલાએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, પદ્માવતને શુક્રવાર એટલે કે 26 જાન્યુઆરીએ અંદાજે 30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, એટલે કે બે દિવસની અંદર 50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે હજુ બે દિવસ લાંબો વીકએન્ડ બાકી છે. બીજી બાજુ ઓવરસીઝની કમાણીએ જોઈએ તો બે દિવસમાં ઓસ્ટ્રેલિયામાં 4 કરોડ રૂપિયાની કમાણી કરી, જ્યારે ન્યૂઝીલન્ડમાં 75.84 લાખ રૂપિયાની કમાણી કરી છે. અમેરિકામાં માત્ર બીજા જ દિવસે 4 કરોડ રૂપિયાથી વધારેનું કલેક્શન રહ્યું છે.
‘પદ્માવત’ ભલે દેશભરમાં રીલિઝ કરી દેવાઇ હોય પરંતુ આ ફિલ્મનું સ્ક્રિનીંગ હજુ ચાર રાજ્યમાં થયું નથી. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને હરિયાણાના કોઇપણ શહેરમાં ફિલ્મ લાગી નથી. આમ છતાં આ ફિલ્મની કમાણીના આંકડા આશ્ચર્યજનક છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -