IND vs SA: જીવલેણ બની રહેલી પિચ પર ચાલુ રહેશે રમત, આજે નિર્ધારિત સમયે શરૂ થશે મેચ
ભારતની ઇનિંગ દરમિયાન પિચ પર પડેલી તિરાડોનું નિરીક્ષણ કરતાં અમ્પાયર્સ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાંડરર્સની પિટ પર બોલ અસાધારણ રીતે ઉછળી રહી છે, જેના કારણે બેટ્સમેનો માટે બેટિંગ કરવાનું જોખમભર્યું સાબિત થઈ રહ્યું છે. મેચ દરમિયાન અમ્પાયર વારંવાર પિચને લઈ વાત કરતા હતા.
ભારતની બેટિંગ દરમિયાન ખરાબ પિચના કારણે લગભગ તમામ બેટ્સમેનોને આંગળી, ખભા સહિત શરીરના કોઇને કોઇ ભાગ પર બોલ વાગ્યો હતો.
ક્રિકેટના નિયમ 6.1 મુજબ જો પિચ ખરાબ થઈ જાય અને બંને ટીમના કેપ્ટન પિચ પર રમવા તૈયાર ન હોય તો મેચને રદ્દ ગણીને ડ્રો જાહેર કરી દેવામાં આવે છે. ઉપરાંત અમ્પાયરને લાગે કે પિચ પર બેટિંગ કરવાની ખતરનાક છે તો મેચ રેફરી સાથે વાત કરી ફેંસલો લેવામાં આવી શકે છે.
જોહાનિસબર્ગ પિચની પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર, શોન પોલક, સૌરવ ગાંગુલી સહિત અનેક દિગ્ગજ ક્રિકેટરોએ શુક્રવારે જ ટિકા કરી હતી. ગાંગુલીએ ટ્વિટ કર્યું હતું કે, આ પ્રકારની પિચ પર ટેસ્ટ ક્રિકેટ રમવી અન્યાયપૂર્ણ છે.
જોહાનિસબર્ગઃ ખતરનાક બની રહેલી જોહાનિસબર્ગની પિચ પર ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટનો ચોથો દિવસ નિર્ધારિત સમય મુજબ શરૂ થશે. ત્રીજા દિવસના અંતિમ સત્રમાં બુમરાહનો એક બોલ આફ્રિકાના બેટ્સમન એલ્ગરના માથા પર વાગ્યા બાદ રમત અટકાવી દેવામાં આવી હતી. જેના કારણે મેચ રદ્દ થવાનું સંકટ ઉફુ થયું હતું. પરંતુ બંને ટીમના કેપ્ટન, રેફરી અને અમ્પાયર સાથે વાત કરીને મેચ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -