વાંચો પદ્માવતીનો પહેલો રીવ્યુઃ ફિલ્મમાં પદ્માવતી-ખિલજીના પોણા ત્રણ મિનિટના સીનમાં શું છે ? ઘુમર ગીતમાં શું કરાયો ફેરફાર ?
કથિત ડ્રીમ સીન વિશે દિબાંગનું કહેવું છે કે, ફિલ્મ પદ્માવતી અને ખિલજીનો એવો કોઇપણ ડ્રીમ સીન નથી, જેને આપણે જોયો ના હોય પણ સાંભળ્યો હોય. તેના વિશે ખોટી ધારણા ના બાધી શકાય. જ્યારે ખિલજીએ રાનીને જોઇ જ નથી તો માત્ર સાંભળીને તેની કલ્પના કઇ રીતે કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સીન વિશે વિજય વિદ્રોહીનું કહેવું છે કે 15-20 સેકન્ડના કાચ વાળો સીન છે અને તેને પણ ધૂમાડાની વચ્ચે ફિલ્માવાયો છે, તેની સાથે સંજય લીલા ભંસાળીએ ફિલ્મમાં પછીથી સ્પષ્ટતા કરી દીધી કે ખિલજી કહે છે કે, 'હું તો રાનીને એકવાર પણ બરાબર જોઇ શક્યો નહીં.''
આ તો હતી ફિલ્મને લઇને વિવાદોના જવાબ, હવે વાત કરીએ ફિલ્મના સેટ, સંગીત કાસ્ટ અને ડાયરેક્શનની. દિબાંગ અને વિજયનું કહેવું છે કે, ફિલ્મનો સેટ એકદમ ભવ્ય અને રંગીન છે. જોકે ડાયરેક્શનની વાત કરીએ તો ફિલ્મ થોડી ખૂંચે છે. તમને એવું લાગશે કે હવે આગળ જવા દો.
ફિલ્મને લઇને બીજો મોટો વિવાદ હતો, 'ધૂમર' ડાંસને લઇને, તેના પર વિજય વિદ્રોહીનું કહેવુ છે કે ફિલ્મ જોયા પછી એ સ્પષ્ટ થયું કે 'ધૂમર' ગીતમાં સંજય લીલા ભંસાળીએ બધી ફરિયાદોને નિપટાવી દીધી છે. ફિલ્મમાં VFX ટેકનિકની મદદથી દિપીકાની કમરને ઢાંકી દેવામાં આવી છે. આની સાથે ગીતમાં પણ જ્યારે પદ્માવતીની ભૂમિકામાં દીપિકા ધૂમર ડાંસ કરે છે ત્યારે રાજા રાવલ રતનસિંહ સિવાય કોઇ અન્ય પુરુષ હાજર નથી હોતો. સિવાય કે એક સૈનિક, જેની માત્ર પીઠ જ બતાવવામાં આવી છે.
વળી, ફિલ્મના કન્ટેન્ટ વિશે દિબાંગે જણાવ્યું કે આ ફિલ્મ ક્યાંય પણ રાજપૂતોનું અપમાન નથી કરતી, પણ સમય સમય પર બતાવે છે કે કેટલા મહાન છે રાજપૂત યોદ્ધા, ફિલ્મમાં ડાયલૉગ્સ રુવાંટા ઉભા કરી દે એવા છે. સાથે જ રાજપૂતોની ગૌરવ ગાથાઓ બહુત સારી રીતે બતાવવામાં આવી છે. અનુરાગ મુસ્કાને આ ફિલ્મની પ્રસંશા કરી છે અને ફિલ્મને ત્રણ સ્ટાર આપ્યા છે. કાસ્ટ - દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, શાહિદ કપૂર, ડાયરેક્ટર - સંજય લીલા ભંસાળી.
વિજય વિદ્રોહીનું કહેવુ છે કે ફિલ્મની શરૂઆત થોડી નિરસ છે પણ જૌહરનો સીન બહુજ સારી રીતે દર્શાવાયો છે. આની સાથે કાસ્ટની વાત કરતા તેમને જણાવ્યું કે રણવીર સિંહે ખિલજીની ભૂમિકામાં આક્રમકકારી અને ક્રૂરતાનો ભાવ બહુજ સારી રીતે નિભાવ્યો છે, પણ રાજા રાવલ રતનસિંહની ભૂમિકામાં વીરતા અને શૌર્યને બદલે થોડી ઉદાસીનતા છે.
ઐતિહાસિકે સ્થળોને લઇને ઉઠેલા પ્રશ્નો પર દિબાંગે જણાવ્યું કે, ફિલ્મમાં વિવાદ જેવું કંઇજ નથી, આનું એટલા માટે થયું કેમકે લોકોએ સાંભળેલી વાતો પર વિશ્વાસ કર્યો. કુલ મળીને ફિલ્મ પર જે આરોપ લાગી રહ્યાં હતા તે બધાને આ ફિલ્મમાંથી હટાવી દેવાયા છે.
મુંબઇઃ લાંબ ઇન્તજાર, બબાલ, વિવાદ, હિંસા, વિરોધ-પ્રદર્શન અને કોર્ટ-કચેરીના ચક્કર લગાવ્યા બાદ ફિલ્મ પદ્માવત 25 જાન્યુઆરીએ આખા દેશના થિએટર્સમાં એન્ટ્રી કરશે. ફિલ્મની રિલીઝના બે દિવસ પહેલા પત્રકારો માટે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું. આવામાં હવે બધાની મગજમાંથી એ પ્રશ્ન નીકળે છે કે છેવટે ફિલ્મના જે પાસાઓને લઇને બબાલ અને કાપવામાં આવ્યા. રાની પદ્માવતી અને દિલ્હીનો શહેનશાહ અલાઉદ્દીન ખિલજીના પ્રેમના સીનની વાતને બતાવવામાં આવી રહી છે તેમાં શું સત્યતા છે? ફિલ્મની કહાની, પટકથા, ફિલ્માંકન, ગીત, સંગી અને એક્ટિંગ કેવી છે. એબીપી ન્યૂઝના ત્રણ વરિષ્ઠ પત્રકારોએ આ ફિલ્મ જોઇ અને તેના પર બધા પાસાઓ પર વિચાર કર્યો.
ફિલ્મને લઇને ત્રીજો સૌથી મોટો આરોપ હતો કે તેમાં ખિલજી અને રાની પદ્માવતીની વચ્ચે ડ્રીમ સીનને ફિલ્માવવામાં આવ્યા છે. પણ હકીકતમાં ડ્રીમ સીન જેવું કંઇપણ નથી. ફિલ્મમાં 2 મિનીટ 45 સેકન્ડનો સીન છે, પણ ખિલજી અને પદ્માવતીને એક ફ્રેમમાં નથી બતાવવામાં આવ્યો. એકવાર ખિલજી સપનામાં પદ્માવતીને જુએ છે તે પણ કાચમાં અને તે સીનને પણ ધૂમાડામાં દર્શાવવામાં આવ્યો છે.
એબીપીના વરિષ્ઠ પત્રકાર દિબાંગ, કાર્યકારી એડિટર વિજય વિદ્રોહી અને એન્કર અનુરાગ કાશ્યપે આ ફિલ્મ જોઇ છે.
આ ફિલ્મને લઇને સૌથી મોટો આરોપ હતો કે, આમાં ઐતિહાસિક તથ્યોની સાથે છેડછાડ કરવામાં આવી છે. આના પર દિબાંગનું કહેવુ છે કે ફિલ્મમાં બહુ મોટા મોટા બે ડિસ્ક્લેમર આપવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ મલિક મોહમ્મદ જાયસીના મહાકાવ્યા 'પદ્માવતી'થી પ્રેરિત છે અને તેના પર આધારિત છે. આની સાથે ફિલ્મના નામથી લઇન બાકીના બધા કન્ટેન્ટમાં કરાયેલા ફેરફારો સુધી ફિલ્મએ સેન્સર બોર્ડની બધી શરતોને પુરેપુરી માનવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -