ભારતની શરમજનક હાર બાદ આ દિગ્ગજ ક્રિકેટરે તાક્યું કોહલી પર નિશાન, જાણો શું કહ્યું....
સેહવાગે કહ્યું કે, તેને વિશ્વાસ છે કે, મુખ્ય કોચ રવિ શાસ્ત્રી કોહલીને સલાહ આપતો હશે અને જો ટીમમાં કોઈ પ્રકારનો મતભેદ હોય તો સપોર્ટ સ્ટાફ સહિત તમામે બેસીને તેને દૂર કરવો જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેહવાગે કહ્યું કે, ‘દરેક ટીમમાં એવા ચાર-પાંચ ખેલાડીઓ હોય છે જે કેપ્ટનને સલાહ આપે છે અને તેને મેદાન પર કરેલી ભૂલો રિપીટ કરતા રોકે છે. અત્યારે ટીમમાં કોઈ એવું નથી કે, કોહલીને તેના ખોટા નિર્ણય રોકે અથવા ટોકે.’
અગાઉ સેહવાગે કોહલીની પસંદગી પ્રક્રિયાની આલોચના કરી હતી. સેહવાગે એક ટીવી ચેનલના કાર્યક્રમમાં કહ્યું કે, ‘મને લાગે છે કે, વિરાટ કોહલીને એક એવા ખેલાડીની જરૂર છે જે મેદાન પર તેને તેની ભૂલો બતાવી શકે.’
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે ફરીથી કેપ્ટન વિરાટ કોહલી પર નિશાન તાક્યું છે. સેહવાગે કહ્યું કે, હાલમાં કોઈપણ એવો ખેલાડી ટીમમાં નથી જે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની સામે ઉઠીને ઉભો રહી શકે અને મેદાન પર તેની ભૂલ તેને બતાવી શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -