‘પદ્માવતી’ ફિલ્મ રીલીઝ કરવાના મુદ્દે રૂપાણીએ કરી શું મોટી જાહેરાત? જાણો વિગત
ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકોનો આક્ષેપ છે કે ફિલ્મમાં રાણી પદ્માવતીના પાત્રને તોડી મરોડીને અને હકીકત કરતા કંઈક અલગ જ રીતે રજૂ કરવામાં આવ્યું છે. રાણી પદ્માવતી એક સન્માનનીય ઐતીહાસીક પાત્રની સાથે રાજપૂત સમાજનું ગૌરવ છે ત્યારે ફિલ્મમાં થયેલા ફેરફારોના કારણે અમે આ ફિલ્મ રીલીઝ નહી થવા દઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, સમાજના વર્ગોમાંથી તેઓને રજૂઆતો કરવામાં આવે છે એટલે આ સમાજોની નારાજગી અને તેમની લાગણીને ધ્યાનમાં રાખી જ્યાં સુધી આ ફિલ્મના વિવાદાસ્પદ વિષયનો અંત નહીં આવે ત્યાં સુધી આ ફિલ્મ ગુજરાતમાં રજૂ થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
‘પદ્માવતી’ સામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રીય સમાજ અને ખાસ તો કરણી સેના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે અમે લોકો આ ફિલ્મને રીલીઝ નહી થવા દઈએ. કરણી સેના દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. તેમણે તો રીલીઝ કરનારા થીયેટરને આગ લગાડવાની ચીમકી પણ આપી દીધી છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ ફિલ્મ ને સેન્સર બોર્ડ મંજૂરી આપતી હોય છે, પરંતુ ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ છે તે સમયે કોઇ માહોલ ન બગડે તેની સાવચેતી માટે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વિવાદનો અંત આવી જશે ત્યાં સુધી આ પ્રતિબંધ રહેશે.
નવેમ્બરમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આ જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે અને પદ્માવતી સામે વિરોધનો સૂર પણ ઉઠી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ફિલ્મ પદ્માવતીને રીલીઝ નહીં કરવા દેવાય.
વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં ‘પદ્માવત’ અંગે પહેલાં જ આદેશ અપાઈ ચૂક્યો છે ને તેમાં કોઈ ફેરફાર નહીં થાય. ફિલ્મનું નામ ભલે બદલાય પણ વિષય એ જ હોવાથી ફિલ્મ રીલીઝ નહીં થાય. આ પહેલાં નવેમ્બરમાં પણ રૂપાણીએ જાહેરાત કરી હતી કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ફિલ્મ પદ્માવતી રીલીઝ નહીં થાય.
ગાંધીનગરઃ સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘પદ્માવતી’નું નામ બદલીને ‘પદ્માવત’ કરીને તેને રીલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં ‘પદ્માવત’ ફિલ્મ પણ રીલીઝ નહીં થાય. આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી હતી. રાજસ્થાન સરકાર પણ આ પ્રકારની જાહેરાત કરી ચૂકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -