મુંબઈ: ટીવીના લોકપ્રિય શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા'ને દેશભરમાં લોકો પસંક કરે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નવી સોનુના પાત્ર માટે કલાકારનું નામ ફાઈનલ થઈ ગયું છે. સોનુના પાત્ર માટે પલક સિધવાની પસંદગી કરવામાં આવી છે.




બાળકોની આ ટપ્પુ સેનામાં એક જ છોકરી છે, જેનું નામ સોનુ છે. સોનુનું પાત્ર અત્યાર સુધી નિધિ ભાનુશાલી નિભાવતી હતી પરંતુ હવે તેનું સ્થાન પલક સિધવાની લેશે.


મીડિયા રિપોર્ટસ અનુસાર પલક અનેક શોર્ટ ફિલ્મ અને એડવર્ટાઇઝમેન્ટમાં નજરે આવી ચુકી છે. અગાઉ તેણે કોઇપણ ટીવી શોમાં કામ નથી કર્યુ. એવામાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે પલક નવો ચહેરો હશે.




પહેલા આ ભૂમિકા નિધિ ભાનુશાલી ભજવતી હતી. પરંતુ તેણે હાયર સ્ટડીઝ માટે શો છોડી દીધો હતો. નિધિએ 2012માં સનુ તરીકે ઝીલ મહેતાનું સ્થાન લીધું હતું અને એક્ટિંગ દ્વારા લોકોનું દિલ જીતી લીધું હતું. નિધિએ ટીવી ડેબ્ચૂ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે કર્યું અને 6 વર્ષથી વધારે સમય હિસ્સો રહી હતી. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)