Panipat Trailer: અફગાની બાદશાહ બનેલા સંજય દત્તનો દમદાર અંદાજ
abpasmita.in | 05 Nov 2019 05:31 PM (IST)
બોલીવૂડ અભિનેતા અર્જુન કપૂર, સંજય દત્ત અને કૃતિ સેનનની આગામી ફિલ્મ પાનીપતનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા અર્જુન કપૂર, સંજય દત્ત અને કૃતિ સેનનની આગામી ફિલ્મ પાનીપતનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ પાનીપતના ત્રીજા યુદ્ધ પર આધારિત છે. આ યુદ્ધ અફગાનિસ્તાનના બાદશાહ અહમદ શાહ અબદ્લી અને મરાઠાઓના પેશ્વા સદાશિવરાવ ભાઉની વચ્ચે થયું હતું. ફિલ્મમાં સંજય દત્ત અને અર્જુન કપૂર મૂખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં સંજય દત્ત અદમદ શાહ અબ્દાલીની ભૂમિકામાં જોવા મળશે. અર્જુન કપૂર સદાશિવરાવ ભાઉનો રોલ કરતો જોવા મળશે. તમને બતાવીએ કે સદાશિવ ભાઉ પેશ્વા બાજીરાવના ભાઈ ચિમાજી અપ્પાનો દીકરો હતો. આ ફિલ્મ એક પીરિયડ ડ્રામા છે અને આશુતોષ ગોવારિકર આ પહેલાં જોધા અકબર જેવી ફિલ્મ બનાવી ચૂક્યા છે. અર્જુન કપૂર મરાઠી લઢણમાં બોલવાની કોશિશ કરી રહ્યો છે. પરંતુ તેમાં તે વધારે પડતો સફળ થતો નથી. ફિલ્મમાં અર્જુનની પત્નીનો રોલ કૃતિ સેનન કરશે. સંજય દત્ત ફિલ્મના ટ્રેલરમાં દમદાર ભૂમિકા કરતો જોવા મળે છે. આ ફિલ્મ 6 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.