નકલી એકાઉન્ટ્સથી પરેશાન થઇ પંકજ ત્રિપાઠીએ કર્યું ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ
abpasmita.in | 17 Nov 2019 10:30 AM (IST)
તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ટ્વિટર પર ફેન્સની સાથે અનેકવાર વાતચીત પણ કરે છે.
મુંબઇઃબોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠી બોલિવૂડના સૌથી જાણીતા એક્ટરમાંના એક છે. ફેન્સના દિલોમાં તેમણે પોતાની એક્ટિંગની મદદથી ખાસ જગ્યા બનાવી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ટ્વિટર પર ફેન્સની સાથે અનેકવાર વાતચીત પણ કરે છે. પંકજ ત્રિપાઠીએ સોશિયલ નેટવર્કિગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પણ ડેબ્યૂ કર્યું છે. તેમણે આ પાછળનું કારણ પણ જણાવ્યું છે. એક્ટરે કહ્યું કે, તે નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સથી પરેશાન થઇ ગયા છે અને તેના આધારે કોઇ રિપોર્ટરે તેમના પર ન્યૂઝ પણ બનાવી દીધા હતા. એવામાં હવે લાંબાગાળાના ફાયદા માટે તેમણે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ બનાવ્યું છે જેને ફોલો કરો. પંકજના ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂની સાથે જ અનેક લોકોએ તેને ફોલો કરવાની શરૂઆત કરી હતી. જ્યારે પંકજ ત્રિપાઠીએ મનોજ બાજપેઇ, ટાઇગર શ્રોફ, અલી ફઝલ, શાહરૂખ ખાન, રાજકુમાર રાવ, અર્જુન કપૂર, જાહ્નવી કપૂર, શ્રદ્ધા કપૂર, આલિયા ભટ્ટ, ભૂમિ પેડનેકર, કાર્તિક આર્યન જેવા સેલેબ્સને ફોલો કર્યા હતા.