પંકજ શૂટિંગથી બ્રેક લઈને તેઓ સ્કોટલેન્ડમાં રજાઓ માણવા જઈ રહ્યા હતા, પરંતુ આ પહેલા તેઓ એક બાઈક એકસ્માતનો શિકાર થઈ ગયા. આમાં તેમને થોડી ઈજાઓ પહોંચી જેની તેમણે દવા કરાવી. બાદમાં દુઃખાવો વધી જતા તપાસ કરાવવા પર ખબર પડી તે તેમની ત્રણ પાંસળીઓ તૂટી ગઈ છે.
પાંસળીઓ તૂટી ગઈ હોવા છતાં તેઓ શૂટિંગ ડેટ પર પહોંચી ગયા અને શૂટિંગ ચાલુ રાખ્યું. પંકજ ત્રિપાઠીનું કહેવું છે કે તેઓ પોતાનું ધ્યાન રાખી રહ્યા છે. તેઓ વજન ઉચકવા અથવા પછી ઝડપથી મૂવમેન્ટ કરવાથી દૂર છે. સેટ પર એક ફિઝિયોથેરાપિસ્ટ છે જે સતત તેમની મદદ કરે છે.
આ વાત સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેમની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જણાવી દઈએ કે ’83’ની ટીમ જ્યાં શૂટિંગ કરી રહી છે, ત્યાં જ ભારતીય ક્રિકેટ ટીમ પણ ઈંગ્લેન્ડમાં વર્લ્ડકપ રમી રહી છે.