પરેશ રાવલે ટ્વિટર પર જણાવ્યું કે, અબ્દુલ કલામની બાયોપિકમાં કામ કરવાના છે. તેમમે ટ્વીટ કરીને કહ્યું, ‘મારા માતે તે સંત કલામ હતા! હું ભાગ્યશાળી છું કે તેમની બાયોપિકમાં હું કલામ સાહેબની ભૂમિકા ભજવીશ.’ તેમના આ ટ્વીટને અબ્દુલ કલામની બાયોપિકની હિંટ આપી છે.
આ પહેલા પરેશ રાવલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં પીએમ મોદીનું પાત્ર ભજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પણ, આ ફિલ્મ બની શકી નહીં. બાદમાં પીએમ મોદીની બાયોપિકમાં વિવેક ઓબેરોયે મોદીનું પાત્ર ભજવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે કેતન મહેતાની ફિલ્મ ‘સરદાર’માં પરેશ રાવલે સરદાર પટેલનું પાત્ર ભજવ્યું હતું.