પરેશ રાવલનો પુત્ર બોલિવૂડમાં કરશે ડેબ્યું, જાણો કઈ ફિલ્મથી મારશે એન્ટ્રી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Jan 2019 10:31 PM (IST)
1
આ ફિલ્મને રંજન ચંડેલ ડાયરેક્ટ કરી રહ્યાં છે. રંજન ચંડેલ પણ બમફાડ થી ડાયરેક્શનમાં ડેબ્યૂ કરશે. ફિલ્મમાં આદિત્યની અપોઝિટ શાલિની પાંડે હશે. શાલિની પાંડે તેલુગુ ફિલ્મ અર્જૂન રેડ્ડીમાં મુખ્ય ભૂમિકા ભજવી ચુકી છે.
2
મીડિયા અહેવાલ પ્રમાણે આદિત્યને ફિલ્મોમાં લોન્ચ કરવાની જવાબદારી ફિલ્મમેકર અનુરાગ કશ્યપે ઉઠાવી છે. આદિત્ય ફિલ્મ ‘બમફાડ’થી ડેબ્યુ કરશે.
3
મુંબઇ: ગત વર્ષે અનેક સ્ટાર કિડ્સ બૉલિવૂડમાં ડેબ્યૂ કરી ચુક્યા છે. ત્યારે હવે પરેશ રાવલનો પુત્ર આદિત્ય રાવલ પણ બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. પરેશ રાવલ બૉલિવૂડના જાણીતા અને દિગ્ગજ કલાકારોમાંથી એક છે. હવે તેમનો પુત્રો ફિલ્મોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે.