જૂતા ચોરવા માટે પરણિતી ચોપરાએ માગ્યા 37 કરોડ રૂપિયા, મળ્યો આવો જવાબ
પરીએ જણાવ્યું કે, મેં જ્યારે નિક પાસે 5 મિલિયન ડોલરની વાત કરી તો તેણે કહ્યું કે, હું તને 10 ડોલર આપીશ. એવામાં હાલમાં ડીલ ફાઈનલ થવી મુશ્કેલ છે. પંરતુ હું તેની પાશે અઢળક રૂપિયા લેવાની છું, એ વાત પાક્કી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમતો પરણીતિ ચોપરા અર્જુન કપૂર સાથે ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડમાં જોવા મળશે. છ વર્ષ બાદ બન્ને સ્ક્રીન પર સાથે જોવા મળશે. આ પહેલા ફિલ્મ ઇશ્કઝાદેમાં બન્ને સાથે જોવા મળ્યા હતા.
મુંબઈઃ થોડા સમય પહેલા જ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે પોતાની લવસ્ટોરીનો ખુલાસો કર્યો હતો. પ્રિયંકાના જન્મદિવસ પર નિકે તેને પ્રપોઝ કર્યું અને થોડા સમય બાદ બન્નેએ સગાઈ કરી લીધી. હવે બન્નેના લગ્નને લઈને ચર્ચા ચાલી રહી છે. આ લગ્નમાં એક વિધિ જૂતા ચોરવાની પણ છે. જૂતા ચોરવામાં મહત્ત્વની ભૂમિકા હશે પ્રિયંકાની બહેન અને બોલિવૂડ એક્ટ્રેસ પરણિતી ચોપરાની. પરણિતી ચોપરા તેને લઈને ખૂબ જ સક્રિય થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર જ્યારે તેને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, આ મામલે મેં જીજાજી (નિક જોનસ) સાથે વાત કરવાનું પણ શરૂ કરી દીધું છે..
હાલમાં જ એક એન્ટરટેનમેન્ટ વેબસાઈટને આપેલ ઇન્ટરવ્યૂમાં પરણિતી ચોપરાને કહ્યું કે, જૂતા ચોરવા માટે તે ભારે ભરખમ રકમ માગવાની છે. મીડિયા અહેવાલ અનુસાર, પરણિતીએ જીજૂ નિક પાસે 5 મિલિયન ડોલર (અંદાજે 37 કરોડ રૂપિયા) માગવાની છે. હવે આ ડીલ પર બન્ને વાતચીત કરી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -