મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે બેડમિન્ટન સ્ટાર સાઈના નહેવાલની બાયોપિક છોડી દિધા બાદ એક્ટ્રેસ પરિણીતિ ચોપરાને કાસ્ટ કરવામાં આવી છે. પરિણીતિએ આ પ્રોજેક્ટ માટે તૈયારીઓ પણ શરૂ કરી દિધી છે. અમોલ ગુપ્તેના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ માટે પરિણીતિ દરરોજ બે કલાક સુધી સાઈના નહેવાલના મેચના ફુટેજ અને વીડિયો જોઈ રહી છે.


રિપોર્ટ્સ મુજબ સાઈના નહેવાલના રોલ માટે પરિણીતિ તેના હાવભાવ અને બોડિ લેગ્વેજ સમજવાની કોશિશ કરી છે. પડદા પર પ્રથમ વખત સ્પોર્ટ્સપર્સનનો રોલ નિભાવવાની તક મળતા પરિણીતિ ખૂબ જ એક્સાટેડ છે.

સાઈના નહેવાલની આ બાયોપિક આગામી વર્ષે રિલીઝ થશે. આ પહેલા પરિણીતિ ચોપરા કેસરીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે કેમેસ્ટ્રી જોવા મળી હતી. કેસરી બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.

આ એક્ટ્રેસે શેર કરી ન્યૂડ તસવીરો તો થઇ ગઇ ટ્રૉલ, ફેન્સ બોલ્યા- તમે જ રેપ કરવા ઉકસાવો છો...