પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સાથે કામ કરવા માગે છે બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ
નોંધનીય છે કે, પરિણીતિની ચોપરાની આગામી ફિલ્મ જબરિયા જોડી આવી રહી છે, જેમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે. પ્રશાંત સિંહના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે.
પરિણીતિ પહેલા પણ પાકિસ્તાની એક્ટર અલી ઝફર સાથે ફિલ્મ કિલ દિલમાં કામ કરી ચૂકી છે. તેણે કહ્યું કે, પાકિસ્તાની એક્ટર્સ તદ્દન ભારતીય એક્ટર્સ જેવા જ છે અને જ્યારે તમે તેમને મળશો તો તમને ખબર પણ નહીં પડે કે તે પાડોશી દેશના છે.
હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં પોતાની ઇચ્છા વ્યક્ત કરતાં પરિણીતિએ કહ્યું કે, તે પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સાથે કામ કરવા માગે છે. તેની સાથે જ તેણે પાકિસ્તાની એક્ટર્સ પર લગાવવામાં આવેલ પ્રતિબંધને ખૂબ જ દુઃખદ ગણાવ્યા.
મુંબઈઃ એક્ટ્રેસ પરિણીતિ ચોપરાની ફિલ્મ ‘નમસ્તે ઇંગ્લેન્ડ’ ગુરુવારે રિલીઝ થઈ અને પરિણીતિ ચોપરા આ ફિલ્મના બોક્સ ઓફિસ રિઝલ્ટ્સની રાહ જોઈ રહી છે. ફિલ્મ રિલીઝ થવાની સાથે પરિણીતિ હવે પોતાના આગામી પ્રોજેક્ટ્સ અને કો એક્ટર્સ વિશે વિચારવા લાગી છે.