Parineeti Raghav Wedding Live: રાઘવ ચઢ્ઢા સંગ પરિણિતી લેશે આજે સાત ફેરા, બોટમાં આવશે જાન, જાણો અપડેટ્સ
રાઘવ અને પરિણીતીના લગ્ન રાજસ્થાનના લેક સિટી તરીકે ઓળખાતા ઉદયપુરના લીલા પેલેસમાં થઈ રહ્યા છે. રાઘવ ચઢ્ઢા મહેમાનોની સાથે બોટ પર લગ્નની જાન લઇને આવશે અને લીલા પેલેસ પહોંચશે.
gujarati.abplive.comLast Updated: 24 Sep 2023 11:57 AM

બ્રેકગ્રાઉન્ડ
Parineeti-Raghav Wedding Live: બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા આજે લગ્નના બંધનમાં બંધાશે. બંને આજે ઉદયપુરની હોટેલ લીલા પેલેસમાં પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કરશે. લગ્ન પહેલા,...More
Parineeti-Raghav Wedding Live: બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા આજે લગ્નના બંધનમાં બંધાશે. બંને આજે ઉદયપુરની હોટેલ લીલા પેલેસમાં પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કરશે. લગ્ન પહેલા, દંપતીએ હલ્દી, મહેંદી અને સંગીત ફંક્શન કર્યું હતું. વર-કન્યાનો લુક જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે તેમની રાહ પૂરી થઈ ગઈ છે.પંજાબી ગાયક નવરાજ હંસે સંગીત સેરેમનીમાં પોતાના પરફોર્મન્સથી સભાજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. હવે ગાયકે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા સાથે બે તસવીરો શેર કરીને તેમની ઝલક બતાવી છે. જોકે બાદમા નવરાજ હંસે તસવીરો ડિલીટ કરી દીધી હતી.
રાઘવ-પરિણીતીના લગ્નના આજની ઇવેન્ટની યાદી
Parineeti-Raghav Sangeet:: રાઘવ-પરિણીતીના લગ્નના આજની ઇવેન્ટની યાદી
રાઘવની સેહરાબંદી - હોટેલ તાજ લેક પેલેસ ખાતે બપોરે 1 કલાકે
વરઘોડા - હોટેલ તાજ લેક પેલેસથી બપોરે 2 કલાકે
જયમાલા- બપોરે 3:30 હોટેલ લીલા ખાતે
સાત ફેરા - હોટેલ લીલા ખાતે સાંજે 4 કલાકે
વિદાય- સાંજે 6:30 હોટેલ લીલા ખાતે
રિસેપ્શન- રાત્રે 8:30 હોટેલ લીલા ખાતે