હાર્દિક પટેલે કેરળની આ હોટ હીરોઈનને કેમ કરી દીધી ટેગ ? કારણ જાણીને થશે આશ્ચર્ય
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, એવું માનવામાં આવી રહ્યું છે કે હાર્દિક પટેલ આ ટ્વિટ સાથે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ટેગ કરવા માંગતો હશે પરંતુ તેના બદલે ભૂલથી મલયાલમ એક્ટ્રેસ મમતા મોહનદાસને ટેગ થઇ ગયું હશે
2006માં મમતાને તેલુગુ ફિલ્મની સર્વશ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગર અને 2010માં બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મ ફેર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. મમતાએ વર્ષ 2005માં ફિલ્મ મયુખામથી ડેબ્યૂ કર્યું હતું.
વિપક્ષને સલાહ આપતી આ ટ્વિટમાં હાર્દિકે ઉમર અબ્દુલ્લા અને રાહુલ ગાંધીની સાથે એક મલયાલમ એક્ટ્રેસને ટેગ કરતા ટ્રોલ થયો હતો. લોકોએ એક્ટ્રેસને ટેગ કરવાને લઇને હાર્દિક પર તંજ કસ્યો હતો.
તેણે મલયાલમ સિવાય કન્નડ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તે સિવાય તેલુગુ ફિલ્મોમાં તેણે સોંગ પણ ગાયા છે.
મમતા મોહનદાસ એક મલયાલમ એક્ટ્રેસ અને સિંગર છે. મમતા મોહનદાસનો જન્મ નવેમ્બર,1985માં બહેરીનમાં થયો હતો. તેણે પ્રારંભિક શિક્ષણ ઇન્ડિયન સ્કૂલ બહેરીનમાં મેળવ્યું હતું. ત્યારબાદ તેણે બેગ્લુરુમાં બેચરલની ડિગ્રી મેળવી.
આ અગાઉ હાર્દિકે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, દેશનો સૌથી મોટો મુદ્દો કોઇ પાર્ટીથી દેશને મુક્ત કરવાનો નથી. દેશનો યોગ્ય મુદ્દો, રોટી, કપડા, મકાન છે. યુવાને રોજગાર, ખેડૂતોનો અધિકાર છે. ચીન અને પાકિસ્તાન છે. નહીં કે જૂમલાના આધાર પર ખોટી રીતે સત્તા હાંસલ કરવાનો. યાદ રાખો સત્તા માટે લડનાર વ્યક્તિ ક્યારેય કોઇનો હોતો નથી.
અમદાવાદઃ ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઇને પાટીદાર નેતા હાર્દિક પટેલે ટ્વિટ કરી બીજેપી પર શાબ્દિક હુમલો કર્યો હતો. ત્રિપુરામાં બીજેપીના શાનદાર વિજય અને મેઘાલય અને નાગાલેન્ડમાં બીજેપીના શાનદાર પ્રદર્શન પર હાર્દિક પટેલે ટ્વિટ કરી રાહુલ ગાંધી અને વિપક્ષ નેતાઓને સલાહ આપતી ટ્વિટ કરી હતી. જોકે, આ ટ્વિટમાં તેણે કરેલી ભૂલને લઇને લોકોએ તેને ટ્રોલ કર્યો હતો.
બીજેપીને હરાવવા માટે વિપક્ષને એક થવાની સલાહ આપતા હાર્દિક પટેલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે, જ્યાં સુધી વિપક્ષ મજબૂત થઇને લોકો અને દેશના યોગ્ય મુદ્દાઓ ઉઠાવશે નહી ત્યાં સુધી સત્તામાં બેસેલા લોકો પોતાની મરજી પ્રમાણે કરશે અને સત્તાનો દુરુપયોગ કરશે.તેઓ ચૂંટણી જીતીને તેઓ સાચા છે તેવું સાબિત કરશે. એક નેતૃત્વ અને એક ધ્યેય સાથે વિપક્ષે આગળ વધવું પડશે. આ ટ્વિટ સાથે હાર્દિકે એક્ટ્રેસ મમતા મોહનદાસને ટેગ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ હાર્દિક પટેલે મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. લોકોએ સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલની ટિકા કરી કહ્યું કે, મમતા મોહનદાસ ક્યારથી ભારતીય વિપક્ષ નેતા બની ગઇ છે?
- - - - - - - - - Advertisement - - - - - - - - -