આ ગુજરાતી એક્ટ્રેસે સાઉથના સુપરસ્ટાર સાથે લગ્ન પહેલાં આપેલો પુત્રને જન્મ, હવે પતિના ફેન્સ આપી રહ્યા છે ધમકી, જાણો કેમ ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, રેણુ દેસાઇ આ તમામ મેસેજને નજરઅંદાજ કરી જીવનની નવી લાઇફને શરૂ કરવા માટે તૈયાર છે. રેણુ દેસાઇ અને પવન કલ્યાણને એક દીકરો અકીરા નંદન અને એક દીકરી આદયા છે. નોંધનીય છે કે પવન કલ્યાણે 2013માં રશિયન અન્ના લેઝનેવા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. જેમને એક દીકરો માર્ક શંકર પવનોવિચ અને એક દીકરી છે.
સોશિયલ મીડિયા પર પોતાન ટીકા કરતી પવન કલ્યાણની ફેન્સને જવાબ આપતા રેણુએ કહ્યુ કે, મને નફરતભર્યા મેસેજ કરનારી એ તમામ પવન કલ્યાણની મહિલા ફેન્સને એક સવાલ કરવા માંગું છું. જો પવન કલ્યાણ તમારો હસબન્ડ હોય અને તે તમને જણાવ્યા વિના કોઇ અન્ય મારફતે દીકરીનો પિતા બને તો તમને કેવું લાગે? રેણુએ કહ્યું કે, મે તેના પ્રશંસકોની નફરત ખત્મ કરવા માટે ડિવોર્સને લઇને એક નિવેદન જાહેર કરવા કહ્યુ હતુ પરંતુ તેણે ઇનકાર કરી દીધો હતો. મે ડિવોર્સની પ્રક્રિયા દરમિયાન એક સાર્વજનિક નિવેદન જાહેર કરવા કહ્યુ હતુ પરંતુ તેમણે મારી વિનંતીનો સ્વીકાર કર્યો નહોતો.
તેલુગુ ફિલ્મમા આવતા અગાઉ રેણુ દેસાઇ મોડલિંગ કરતી હતી અને તે શંકરમહાદેવનના મ્યૂઝિક વીડિયો બ્રેથલેસમાં પણ નજરે પડી ચૂકી છે. બાદમાં તેણે પવન કલ્યાણ સાથે બદ્રી અને જ્હોનીમાં કામ કર્યું. અત્યાર સુધી પવન કલ્યાણ સાથે ડિવોર્સને લઇને ચૂપ રહેલી રેણુ દેસાઇએ આખરે મૌન તોડ્યું હતું.
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે મારુ મૌન તોડવાનું કારણ છે કે જે મહિલાઓ આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહી છે તેમને હિંમત આપવાનું છે. ઇન્ટરવ્યૂ દરમિયાન રેણુએ કહ્યું કે, ડિવોર્સ માટે શરૂઆતના વિરોધ છતાં પવન કલ્યાણે ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો હતો.
રેણુ દેસાઇ મૂળ ગુજરાતી છે અને તેણે વર્ષ 2009 જાન્યુઆરીમાં પવન કલ્યાણ સાથે લગ્ન કર્યા તે અગાઉ પવન કલ્યાણથી તેને 2004માં દીકરો પણ થયો હતો. બાદમાં 2010માં રેણુ દેસાઇએ દીકરીને પણ જન્મ આપ્યો હતો. જોકે, બાદમાં બંન્ને વચ્ચેના સંબંધો ખરાબ થતા બંન્નેએ 2011માં ડિવોર્સ માટે કેસ ફાઇલ કર્યો હતો. જોકે, પોતાના પ્રશંસકોની નફરત વચ્ચે પવન કલ્યાણે એક ટ્વિટ કરી રેણુને તેની સગાઇ માટે અભિનંદન પાઠવ્યા છે.
નવી દિલ્હીઃ સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર પવન કલ્યાણની પૂર્વ પત્ની અને ગુજરાતી એક્ટ્રેસ રેણુ દેસાઇએ તાજેતરમાં જ સગાઇ કરી લીધી છે. રેણુ દેસાઇએ સગાઇની એક તસીર ટ્વિટર પર શેર કરી હતી. રેણુ દેસાઇએ જેવી તસવીર પોસ્ટ કરી કે પવન કલ્યાણના ફેન્સે રેણુ દેસાઇની હેરાનગતિ શરૂ કરી દીધી હતી. પવન કલ્યાણના પ્રશંસકો રેણુ દેસાઇને ગાળો પણ આપવા લાગ્યા હતા એટલુ જ નહી કેટલાક પ્રશંસકોએ રેણુ દેસાઇને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -