રાજ ભવને ટ્વિટ કર્યું, 'કેંદ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલે સાથે અભિનેત્રી પાયલ ઘોષે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી.'
પાયલ ઘોષે સોમવારે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ આઠવલે સાથે સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સ પણ કરી હતી અને અનુરાગ કશ્યપની ધરપકડની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે અભિનેત્રીએ અનુરાગ પર સાત વર્ષ પહેલા રેપ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ પહેલા આ કેસમાં મુંબઈ પોલીસે પાયલ ઘોષની ફરિયાદ પર અનુરાગ કશ્યપ સામે ફરિયાદ નોંધાવી હતી. પાયલ ઘોષના વકીલ નિતિન સાતપુતે સાથે પોલીસને ફરિયાદ કર્યા બાદ વર્સોવા પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ નોંધવામાં આવી હતી.
19 સપ્ટેમ્બરના રોજ એક્ટ્રેસ પાયલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટમાં અનુરાગ કશ્યપ પર તેની સાથે બળજબરી કરવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહી એક પોસ્ટના માધ્યમથી આ મામલે પીએમ મોદીની મદદ માંગી હતી. ઘોષે દાવો કર્યો હતો કે આ ઘટના 2014-15ની છે.
જ્યારે અનુરાગ કશ્યપ અભિનેત્રી પાયલ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે ટ્ટવિર પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'શું વાત છે, એટલો સમય લઈ લીધો મને ચૂપ કરવાની કોશિશમાં. ચલો કઈ નહી, મને ચૂપ કરાવતા કરાવતા એટલુ ખોટુ બોલ્યા કે એક સ્ત્રી હોવા છતા અન્ય મહિલાનું પણ સાથે ખેંચી લીધા, થોડી મર્યાદા રાખો મેડમ. બસ એટલું જ કહીશ કે જે આરોપ છે તે તમામ પાયાવિહોણા છે.'
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ