પોતાના ટ્વીટમાં તેણે પ્રધાનમંત્રી કાર્યાલય, પીએમ મોદી, મહિલા આયોગની અધ્યક્ષ મમતા શર્માને ટેગ કર્યા છે. પાયલે કહ્યું કે, “આ માફિયા ગેંગ મને મારી નાખશે નરેન્દ્ર મોદી સર અને રેખા શર્મા મેમ અને મારા મોતને આત્મહત્યા કે કંઈક બીજું જ ગણાવી દેશે.”
પાયલ ઘોષે થોડા સમય પહેલા જ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી સાથે પણ મુલાકાત કરી હતી. તેના બાદ તેણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, તેમની સાથે આ મુદ્દે ઘણી વાતચીત થઈ. આ એવો મુદ્દો છે, જેનો સામનો ઘણા લોકો કરે છે. હવે તેના પર કાર્યવાહીનો સમય આવી ગયો છે.
એક્ટ્રેસે 22 સપ્ટેમ્બરે મુંબઈની વર્સોવા પોલીસ સ્ટેશનમાં કશ્યપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતો. તેમણે આરોપ લગાવ્યો છે કે, કશ્યપે 2013માં તેમની સાથે યૌન શોષણ કર્યું હતું. જો કે,અનુરાગ કશ્યપે તમામ આરોપને નકારી દીધાં છે. પોલીસ આ મામલે અનુરાગની પૂછપરછ પણ કરી ચૂકી છે.