Bihar Election 2020:  બિહાર વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા આજે 30 સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ, પ્રિયંકા ગાંધી વાડ્રા, શક્તિસિંહ ગોહિલ, મદન મોહન ઝા, અશોક ગેહલોત, કેપ્ટન અમરિંદર સિંહ, ભુપેશ બઘેલનો સ્ટાર પ્રચારકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત રણદીપ સુરેજવાલા, શકીલ અહમદ, શત્રુધ્ન સિંહા, નીખિલ કુમાર, સચિન પાયલટ, પ્મોદ તિવારી, કીર્તિ આઝાદ, સંજય નિરુપમ, ઉદિત રાજ પણ ચૂંટણી સભાને સંબોધશે.

ચૂંટણી પંચે બિહાર વિધાસભાની ચૂંટણી માટે ત્રણ તબક્કામાં ચૂંટણીના મતદાનની જાહેરાત કરી હતી. જેમાં પ્રથમ તબક્કા માટે મતદાન 28 ઓક્ટોબર, બીજા તબક્કાનું મતદાન 3 નવેમ્બર અને ત્રીજા ચરણનું મતદાન 7 નવેમ્બરના રોજ યોજાશે. 10 નવેમ્બરના રોજ મતદાનની ગણતરી કરવામાં આવશે.



આ ચૂંટણીમાં સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી કરી શકાશે મતદાન. પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 બેઠક, બીજામાં તબક્કામાં 17 જિલ્લાની 94 બેઠક અને ત્રીજામાં તબક્કામાં 15 જિલ્લાની 78 બેઠક પર મતદાનનું આયોજન કરવામાં આવશે.

બિહારમાં કુલ 243 બેઠકો  સાત કરોડથી વધારે મતદાતા મતાધિકારનો ઉપયોગ કરશે. 6 લાખ પીપીઈ કીટ રાજ્યની ચૂંટણી પંચને આપવામાં આવશે અને 46 લાખ માસ્કનો વપરાશ થશે. 6 લાખ ફેસ શિલ્ડનો પણ ચૂંટણીમાં વપરાશ થશે.