નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધો છે. આ મુદ્દે વિપક્ષ અને ખાસ કરીને પાકિસ્તાન ભડક્યુ છે. પાકિસ્તાની એક્ટ્રેસ વિણા મલિકે પણ નારાજગી દર્શાવી, આ મુદ્દે બૉલીવુડ એક્ટ્રેસ પાયલ રોહતગીએ તેને આડેહાથે લઇને ભિખારી સુધીના શબ્દો કહી દીધા હતા.

પાયલે એક ટ્વીટ કર્યુ, જેમાં લખ્યું કે, "મલાલાવ વીણા મલિકની સારી મિત્ર બની ગઇ છે. ફેમિનિસ્ટ અસલમાં જૂનિયર આર્ટિસ્ટ હોય છે, જેને પ્રતિદિવસ 500 રૂપિયાનો પગાર મળે છે. હવે એવું લાગે છે કે મલાલા આ જૂનિયર આર્ટિસ્ટની નેતા છે. પાયલે આ વીડિયોને પૉસ્ટ કર્યો અને વીણા મલિક અને મલાલાને આડેહાથે લીધી હતી.


વીડિયોમાં પાયલ કહેતી દેખાઇ રહી છે, કે વીણા મલિક એક બીજી ભિખારી છે જે પાકિસ્તાનમાંથી ભારત આવી હતી ભીખ માંગવા માટે. બહુજ કોશિશ કરી, બહુજ પાપડ વણ્યા, પણ કંઇ થઇ શક્યુ નહીં. પાછી પાકિસ્તાન ભેગી થઇ ગઇ છે અને કોઇ પુરુષ સાથે લગ્ન કરી લીધા છે. બાળકો પેદા કરી લીધા છે, સારી વાત છે. બાદમાં તેને તે પુરુષ સાથે પણ નાટક કર્યુ અને કહ્યું કે હું તેને છોડી રહી છું.