નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સ્વતંત્રતા દિવસના અવસર પર લદ્દાખના લેહમાં તિરંગો ફરકાવી સકે છે. ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલની ઉપાધિ મેળવી ચૂકેલ ધોની હાલમાં ટેરિટોરિયલ આર્મીની સાથે જમ્મુ કાશ્મીરમાં ડ્યૂટી પર છે. ધોનીએ ટેરીટોરિયલ આર્મીમાં કરવા માટે ક્રિકેટમાંથી બે મહિનાનો આરામ લીધો છે. તેણે 30 જુલાઈના રોજ ડ્યૂટી સંભાળી હતી અને તે 15 ઓગસ્ટના રોજ પોતાની બટાલિયનની સાથે લેહમાં રહેશે.

સેનાના એક અધિકારીએ કહ્યુ કે ધોની ભારતીય સેનાના બ્રાન્ડ એમ્બેસેડર છે. તે પોતાના યૂનિટના સભ્યોને પ્રેરિત કરવાના કામમાં લાગ્યા છે. ધોની સૈનિકો સાથે ફુટબોલ અને વોલીબોલ રમી રહ્યા છે. તે કોર ટીમ સાથે અભ્યાસ પણ કરી રહ્યો છે. ધોની 15 ઓગસ્ટ સુધી ખીણમાં રહેશે.

જો કે અધિકારીએ એ નથી કહ્યુ કે ધોની 15 ઓગસ્ટ કઈ જગ્યાએ તિરંગો લહેરાવશે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમના સેમીફાઈનલથી બહાર થયા પછી ધોનીના સંન્યાસની અટકળો લગાવી હતી. ધોનીએ બે મહીના માટે પૈરાશૂટ રેજીમેન્ટની પાસે બોર્ડથી બ્રેક માંગી હતી. તે ભારતીય ટીમના વેસ્ટઈન્ડીઝ પ્રવાસમાં ભાગ લેવાનો નથી.