નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નૂ ઇન્ડસ્ટ્રીની સ્ટાર એક્ટ્રેસમાંથી એક છે અને સોશિયલ મીડિયા પર ખુલીને પોતાના વિચાર શેર કરે છે. તાપસીની ફિલ્મ થપ્પડ 28 ફેબ્રુઆરી એટલે કે આજે રિલીઝ થઈ છે. પરંતુ આ પહેલા જ લોકોએ સોશિયલ મીડિયા પર તેની ફિલ્મનો વિરોધ શરૂ કરી દીધો છે. તાપસીનો વિરોધ નાગરિકતા સંશોધન કાયદો (સીએએ)ના શાંતિપૂર્ણ વિરોધમાં સામેલ થવાને કારણે થઈ રહ્યો છે. તાપસી જાન્યુઆરીમાં જેએનયૂ વિદ્યાર્થીઓ પર થયેલ હુમલાના વિરોધનો હિસ્સો બની હતી અને તેને લઈને જ તેનો વિરોધ થઈ રહ્યો છે.


ટ્વિટર પર એક્ટ્રેસ દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકનો વિરોધ બાદ તાપસીનો વિરોધ કરવાની પોસ્ટ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર સતત #BoyCottThappad અને #BoyCottTaapseePannu જેવા ટ્વીટ આવી રહ્યા છે. આ ટ્વીટ્સમાં કહેવાય છે કે પહેલા દીપિકા પાદુકોમ અને હવે તાપસી, બોલિવૂડ ખુદનું પુનરાવર્તન કરશે. તેણે રાષ્ટ્રીય મુદ્દાઓનો પોતાની ફિલ્મના પ્રમોશન માટે ઉપયોગ કર્યો.


એન્ટી સીએએ પ્રોટેસ્ટમાં શામેલ થયેલી તાપસીની શેર કરીને ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ટ્વીટર પર ઘણા લોકોએ થપ્પડના પોસ્ટર શેર કરી લખ્યું છે કે, ‘એન્ટી સીએએ પ્રોસ્ટેસ્ટ્સ’માં ભાગ લેનારાઓની સાથે અમે નથી. આવા સ્ટાર્સની ફિલ્મોનો અમે વિરોધ કરીએ છીએ.


આ ફિલ્મના નિર્દેશક અનુભવ સિન્હા છે. તેથી જ્યારે આ ફિલ્મ શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર તેનો વિરોધ નિર્માતાઓ માટે ચિંતાનું મોટું કારણ બની શકે. જો કે આ વિરોધ કયા સ્તરે રહે છે અને તેનો ફિલ્મના ધંધા પર કેટલો પ્રભાવ પડે છે, તે ફિલ્મના રિલીઝ થયા પછી જ જાણવા મળશે.