ગાંધીનગર: ગુજરાતના આંગણે બનાવવામાં આવેલા સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની સમગ્ર દુનિયામાં ચર્ચા થઈ રહી છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન માટે વધુ 387 કરોડની બજેટમાં ફાળવણી થઈ છે. મહત્વની વાત એ છે કે, પ્રવાસીઓ માટે સરકાર તરફથી અનેક સુવિધાઓ શરૂ કરવામાં આવશે. હવે ટૂંક સમયમાં જ એક અનોખી સેવા ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ શરૂ થવા કરવામાં આવશે.
મળતી માહતી પ્રમાણે, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોવા માટે દિન-પ્રતિદિન પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે આ વર્ષના ગુજરાત સરકારના બજેટમાં 387 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેને લઈને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે. ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ જેવી ‘ફેરી બોટ’ સેવા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે શરૂ કરાશે.
હાલમાં જંગલ સફારીથી લઈને અનેક આકર્ષણો અહીં છે. ત્યારે આગામી દિવસોમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વિસ્તારમાં પ્રવાસીઓ માટે શહેરી બસ સેવા પણ શરૂ કરવામાં આવશે અને આ ફેરી બોટ સેવા ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ પણ શરૂ કરવામાં આવશે. જે માટે તંત્ર દ્વારા જલ્દી કામ ચાલી રહ્યું છે. તેમજ આગામી સમયમાં અન્ય અનેક અને અનોખી સુવિધાઓ પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે.
ટૂંક સમયમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં શરૂ થશે અનોખી સેવા, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Feb 2020 09:34 AM (IST)
ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ જેવી ‘ફેરી બોટ’ સેવા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે શરૂ કરાશે. ગુજરાત સરકારના બજેટમાં 387 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -