નવી દિલ્હીઃ બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કેટલા પણ વ્યસ્ત હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે રોજ પોતાના ફેન્સ સાથે વાતચીત માટે સમય કાઢી લે છે. જેએનયૂમાં થયેલ હિંસાનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમિતાભ બચ્ચને હાથ જોડેલી ઇમોજી ટ્ વીટ કરી અને થોડા સમય પછી દીકરા અભિષેક બચ્ચને પણ પીસ/વિક્ટ્રી ઇમોજી ટ્વીટ કરી.




બાદમાં ટ્વિટર પર તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. કારણ કે લોકો તેમની પાસે અવાજ ઉઠાવવાની આશા રાખી રહ્યા હતા. કારણ કે તે, પ્રભાવશાળી પર્સનાલિટી છે પરંતુ તેમણે ઇમોટકોન્સમાં જ વાત પૂરી કરી દીધી.


એક યુઝરે લખ્યું કે, બન્ને બચ્ચન શાંત છે. પરિવારમાં ફક્ત જયા બચ્ચનમાં જ હિંમત છે. માત્ર અભિષેક જ નહીં પણ અમિતાભને પણ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જો કે બીગ બી એના પછી ટ્વીટ કરીને સ્પષ્ટતા આપી કે તેના ઈમોજીનો મતલબ પ્યાર અને મહાનતા છે.


અનુરાગ કશ્યપ, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર જેવા બોલિવૂડ સ્ટારે સોશિયલ મીડિયા પર આ મુદ્દે પોતાના વિચાર વ્યક્ત કર્યા છે. જણાવીએ કે, દિલ્હી જેએનયૂમાં કેટલાક બુકાનીધારી ગુંડાઓએ જે હિંસા કરી તેનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે.