મળતી માહિતી પ્રમાણે, ઓઢવ વિસ્તારમાં આવેલી હિરાબા જ્વેલર્સ નામની દુકાનમાં કેટલાક શખ્સોએ ઘૂસી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરીને શો રૂમમાં હાજર લોકોને ડરાવ્યા બાદ લૂંટારુઓ સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરીને ફરાર થઈ ગઈ હતા. ફાયરિંગમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જ્વેલર્સમાં ફાયરિંગ વિથ લૂંટની વાત આસપાસના વિસ્તારમાં વાયુવેગે પ્રસરી જતાં સ્થળ પર લોકોનો ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.