રિલીઝ પહેલા વિવાદોમાં ફસાઇ આ સ્ટાર એક્ટરની દીકરીની ડેબ્યૂ ફિલ્મ, હિન્દુ સંગઠનોએ પડકારી કોર્ટમાં
ઉલ્લેખનીય છે કે, 45 કરોડના ખર્ચે બનેલી ફિલ્મ કેદારનાથ આગામી 7 ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે. પદ્માવત બાદ આ બીજી એવી ફિલ્મ છે જેને કોર્ટમાં પડકારવામાં આવી રહી છે.
જનહિત અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ફિલ્મના ટ્રેલરમાં પણ એ બતાવવામાં આવ્યુ છે કે મુસ્લિમ આ વિસ્તારમાં સદીઓથી રહી રહ્યા છે જ્યારે આ વિસ્તારમાં આ સમુદાયના કોઇ નિવાસી નથી.
સ્વામી દર્શની ભારતી તરફથી દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ફિલ્મ ‘કેદારનાથ’ હિન્દુઓના તીર્થ પર કાળા ડાઘ સમાન છે. જનહિત અરજીમાં લગાવવામાં આવેલા આરોપોમાંથી એક એ પણ છે કે ફિલ્મમાં ભગવાન કેદારનાથનું અપમાન કરવામાં આવ્યુ છે.
મુંબઇઃ સ્ટાર એક્ટરની પુત્રી અને પુત્રોની ડેબ્યૂ ફિલ્મો હંમેશા લોકોની નજરે ચઢે છે. હવે આ લિસ્ટમાં સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનની ફિલ્મ ‘કેદારનાથ’ વિવાદોમાં ફસાઇ છે. ઉત્તરાખંડ હાઇકોર્ટમાં મંગળવારે ફિલ્મની વિરુદ્ધમાં એક અરજી દાખલ કરીને ફિલ્મ પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.