Tamannaah Bhatia: સાઉથ ફિલ્મ સ્ટાર તમન્ના ભાટિયા આજકાલ પોતાની નવી ફિલ્મને લઇને ખુબ ચર્ચામા છે, આ બધાની વચ્ચે તેને પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી ફેન્સનુ દિલ જીતી લીધુ છે. લાલ સાડીમાં એક્ટ્રેસે ફરી એકવાર સેક્સી અદાઓ બતાવી છે. ફિલ્મ અભિનેત્રી તમન્ના ભાટિયા પોતાની નવી ફિલ્મ 'બબલી બાઉન્સર'ને લઇને ઉત્સાહિત છે. તમન્ના (Tamannaah Bhatia) ની આ ફિલ્મ અત્યારે ઓટીટી પર રિલીઝ થઇ છે, અને તેની સફળતાને લોકોએ ખુબ વધાવી છે. આની સાથે જ એક્ટ્રેસે લાલ સાડીમાં ખાસ ફોટોશૂટ કરાવ્યુ છે, તેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે. તમન્ના ભાટિયા ફિલ્મના પ્રમૉશનમાં લાલ સાડીમાં દેખાઇ હતી. તે સાડીમાં એકદમ સુંદર લાગી રહી છે.
પ્રમૉશનલ ઇવેન્ટ પહેલા તમન્ના ભાટિયાએ કેમેરાની સામે પૈપરાજીને ખાસ પૉઝ આપ્યા હતા. તેની દરેક અદાઓ જોવાલાયક હતી. પૉઝ આપતી વખતે એક્ટ્રેસ ક્યારેક સાડીના પાલવ સાચવે છે, તો ક્યારેક વાળને સરખા કરી રહી છે. આ તસવીરોમાં તમન્ના સુંદર પરી બલા લાગી રહી છે. તમન્ના ભાટિયા આ પહેલા પણ પોતાના ગ્લેમરસ અવતારની તસવીરો શેર કરી ચૂકી છે. તેનુ સોશ્યલ મીડિયા પર ફેન ફોલોઇંગ જબરદસ્ત છે.
દક્ષિણ ભારતીય સિનેમામાં ‘મિલ્ક’ના નામથી જાણતી અભિનેત્રી તમન્ના ભાટિયા હવે ઓટીટી પર પોતાનો પગ જમાવવાની કોશિશ ફિલ્મ ‘બબલી બાઉન્સર’થી કરી રહી છે. આ ફિલ્મનું નિર્દેશક મધુર ભંડારકરે કર્યુ છે, મધુરે એક નિર્દેશક તરીકે હિન્દી સિનેમામાં કેટલીય અભિનેત્રીઓને તેની કેરિયરની શરૂઆતની સંજીવની જેવી ફિલ્મો આપી છે.
તમન્ના ભાટિયાએ વર્ષ 2005માં હિન્દી ફિલ્મ 'ચાંદ સા ચેહરા'થી પોતાની કેરિયરની શરૂઆત કરી હતી, પણ ફિલ્મ ક્યારે આવી ને ક્યારે ઉતરી ગઇ તે લોકોને ખબર જ ના પડી. બાદમાં તેને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો અને ત્યાં તે સ્ટાર એક્ટ્રેસ બની ગઇ. હવે તેને આશા છે કે, તે હિન્દી ફિલ્મોમાં પણ સફળ અભિનેત્રી બનશે. આ પરંતુ બધાથી ખાસ છે કે બાહુબલીની સફળતા બાદ લોકો તમન્ના ભાટિયાને વધુ જોશે, પરંતુ બૉલીવુડની દરવાજા ખુલ્યા નહીં. તે સારી એક્ટિંગ કરતી હોવાથી કોઇ મોટા મેકર્સની નજરમાં નથી આવી. આ બધાની વચ્ચે મધુર ભંડારકરે પોતાની ફિલ્મ 'બબલી બાઉન્સર' માટે એક્ટ્રેસને કાસ્ટ કરી છે, મિલ્ક નામથી જાણીતી થયેલી આ હીરોઇને મુક્કાબાજી કરતી જોવા મળી રહી છે. આ ફિલ્મ દિલ્હીની પાસે એક કસ્બાની આ કહાણી છે જ્યાં દરેક ઘરમાં એક બાઉન્સર છે.