આ છે બોની કપૂરની પ્રથમ પત્નિ મોના, પતિને ક્યારેય ન કર્યા માફ
બોની કપૂરની પ્રથમ પત્ની મોનાથી બે સંતાન છે. અર્જુન કપૂર અને દીકરી અંશુલા કપૂર.
મોનાએ જણાવ્યું, ત્યાર બાદ અમારા સંબંધમાં કંઈ જ બચ્યું ન તું અને અમે આ સંબંધને વધુ એક તક આપી ન શકાત હતા. કારણ કે શ્રીદેવી એક સંતાનની માતા બની ગઈ હતી. બન્નેએ 2 જૂન, 1996એ લગ્ન કરી લીધા હતા. 25 માર્ચ 2012ના રોજ મોનાનું કેન્સરને કારણે મોત થયું હતું.
મોનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ઉંમરમાં બોની મારા કરતાં 10 વર્ષ મોટા હતા, જ્યારે મારા લગ્ન થયા ત્યારે હું 19 વર્ષની હતી. હું તેની સાથે જ મોટી થઈ. અમારા લગ્નને 13 વર્ષ થયા ત્યારે મને ખબર પડી કે બોની કપૂર કોઈ અન્યને પ્રેમ કરે છે.
એકલતાનો સમય કોઈને પણ તોડી શકે છે, પરંતુ મોનાએ જીવનમાં આ કડવા સત્યોને ખૂબ જ ઝિંદાદિલીથી સામનો કર્યો, પરંતુ તે બોની કપૂરને માફ ન કરી શકી. મોનાએ પોતાના માટે વ્યક્તિગત જીવન પસંદ કર્યું. ખુદને નવા કામમાં લગાવી અને એક સફળ ઉદ્યમી બની. એવા સમયમાં માત્ર તેના માતા-પિતા જ નહીં પરંતુ મોનાના સાસુ-સસરાએ પણ તેનો સાથ આપ્યો આત્મવિશ્વાસ વધાર્યો.
મોના ફ્યૂર સ્ટૂડિયોની સીઈઓ હતી. પોતાના આખરી સમયમાં તે લોકોને કહેતી હતી કે મને મલ્ટીપલ ઓર્ગન કેન્સર છે, જે ત્રીજા સ્ટેજ પર છે, મારા માટે દુઆ કરો. આજે મોના જીવીત નથી પરંતુ ફિલ્મ ઉદ્યોગમાં તેની ઓળક ઝઝુમતી અને હિંમતવાન મહિલા તરીકેની છે. પહેલા પતિ બોની કપૂરથી અલગ થવું અને બાદમાં કેન્સર સાથે લડાઈ, જીવનમાં આવેલ આ બે સૌથી મોટી મુસીબતોનો તેણે ખૂબ જ હિંમત સાથે સામનો કર્યો.
મુંબઈઃ બોલીવુડના ફેમસ ડાયરેક્ટર બોની કપૂરની પ્રથમ પત્ની મોના સૂરી કપૂરનો જન્મ 3 ફેબ્રુઆરીએ થયો હતો. બોની અને મોનાના સંબંધ એ સમયે તૂટી ગયા હતા જ્યારે બોનીના અફેર એક્ટ્રેસ શ્રીદેવી સાથે શરૂ થયા હતા. મોના પોતાના ન્ને સંતાનો અર્જૂન અને અંશુલાની ખૂબ જ નજીક હતી. જ્યારે બોનીની માતા પણ પ્રથમ પત્ની અને પૌત્ર-પોત્રીની સાથે રહેતી હતી.