દુબઈની આ જગ્યાએ થયું અભિનેત્રી શ્રીદેવીનું પોસ્ટ મોર્ટમ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંતિમ સંસ્કાર માટે શ્રીદેવીન પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. મુંબઈના અંધેરીમાં તેના ઘરની બહાર પણ ચાહકોની ભીડ જામી છે. જ્યારે શ્રીદેવીના અંતિમ દર્શન માટે બોલિવૂડના સેલેબ પણ રાહ જોઈને બેઠા છે.
ફિલ્મ સમીક્ષક પ્રદીપ સરદાનાએ શ્રીદેવીના સંબંધી સંદીપ મારવાહ સાથે વાત કરી હતી. સંદીપ મારવાહે જણાવ્યું હતું કે શ્રીદેવીનો પાર્થિવ દેહ સાંજ સુધીમાં ભારત પહોંચી જશે હજુ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ ન આવતાં તેનો મૃતદેહ ભારત લાવવામાં આવ્યો નથી. બપોર સુધીમાં શ્રીદેવીનો મૃતદેહ ભારત આવી જશે ત્યાર બાદ જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
શ્રીદેવીના પતિ બોની કપૂરના નાના ભાઈ સંજય કપૂરે સાથે એબીસી અસ્મિતા સાથે આ સમાચારની પૃષ્ટિ કરી હતી. સંજય કપૂરે જણાવ્યું હતું કે, હું દુબઈમાં યોજાયેલા લગ્નમાં હાજરી આપીને પરત મુંબઈ ફર્યો હતો જોકે આ સમાચાર મળતાં જ ફરી હું દુબઈ જવા રવાના થઈ ગયો હતો. શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂર પણ દુબઈ જવા માટે રવાના થઈ ગઈ હતી.
દુબઈમાં શ્રીદેવીનો પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યો છે જોકે એક રિપોર્ટ આવવાનો બાકી છે જેની રાહ જોવામાં આવી રહી છે. ત્યાર બાદ શ્રીદેવીનો મૃતદેહ ભારત લાવવામાં આવશે. ભાણેજના લગ્ન બાદ શ્રીદેવી હોટલ આવી ગઈ હતી. હોટલના બાથરૂમમાં શ્રીદેવીને હાર્ટ અટેક આવ્યો હતો ત્યાર બાદ તે બાથરૂમમાં જ પડી ગઈ હતી. હોસ્પિટલ પહોંચ્યા પહેલા જ તેનું નિધન થયું હતું.
દુબઈમાં શ્રીદેવીનો પોસ્ટ મોર્ટમ કરવામાં આવી રહ્યો છે જે ઓફિસની બહાર પરિવારજનો સહિત સ્થાનિક મીડિયા કર્મીઓ પણ તસવીરની એક ઝલક લેવા માટે પડાપડી કરી રહ્યા છે જોકે હજુ સુધી તેની તસવીર સામે આવી નથી.
શ્રીદેવીના પાર્થિવ દેહ માટે અંબાણી પરિવારના સ્પેશિયલ જેટની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રીદેવીનું નિધન દુબઈથી 120 કિલોમીટર દૂર રાસ અલ ખૈલામાં થયું હતું. તેના પાર્થિવ દેહને રાસ અલ ખૈમાથી પહેલા દુબઈ લાવવામાં આવશે, ત્યાર બાદ મુંબઈ લાવવામાં આવશે. જોકે તે પહેલા શ્રીદેવીનું દુબઈમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. જ્યાં તેના તમામ રિપોર્ટ આવી ગયા હતા જોકે એક બ્લડ રિપોર્ટ આવવાનો બાકી છે તે રિપોર્ટ આવ્યા બાદ જ શ્રીદેવીનો મૃતદેહ ભારત લાવવામાં આવશે.
મુંબઈ: બોલીવુડની જાણીતી અભીનેત્રી શ્રીદેવીનું 54 વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન થયું છે. શ્રીદેવી તેમના પતિ બોની કપુર અને દિકરી ખુશી સાથે દુબઈ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં. લગ્ન પ્રંસગ પૂર્ણ થયા બાદ શ્રીદેવી શોપિંગ કરવા માટે દુબઈની એક હોટલમાં રોકઈ હતી. જ્યાં તેને હાર્ટ અટેક આવતા તે બાથરૂમમાં પડી ગઈ હતી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જોકે તેનું અવસાન થયું હતું. અચાનક શ્રીદેવીના નિધનથી બોલિવુડ જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -