મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂનો આજે 34મો જન્મ દિવસ છે, આ પ્રસંગે તેને આજે પોતાની એક તસવીર શેર કરી છે, આ તસવીરની સાથે તેને એક મૉટિવેશન કૉટ લખ્યો છે. તાપસીની આ તસવીરવાળી આ પૉસ્ટ પર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો અને તેના ફેન્સ કૉમેન્ટ કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.


તાપસી પન્નૂની આ તસવીર નૈનીતાલની છે. તે પોતાના શૂટિંગમાંથી સમય કાઢીને ત્યાં જન્મદિવસ સેલિબ્રેટ કરવા ગઇ છે. તેને પોતાની ઇન્સ્ટા સ્ટૉરીઝ પર બર્થડે કેકની તસવીર શેર કરી છે. 




નવુ કરવાનો સંકલ્પ-
તાપસી પન્નૂ આ તસવીરમાં એક બાલકનીમાં ઉભી રહેલી દેખાઇ રહી છે, અને વાદીઓની તરફ ઉગતા સૂરજ અને વાદળોને જોઇ રહી છે, કેમેરાની તરફ પીઠ છે. આ તસવીરને શેર કરતા તેને લખ્યું- ગયુ અઠવાડિયુ કઠણ હતુ, મુશ્કેલ ટેસ્ટિંગ વાળુ રહ્યું છે, પરંતુ આ સૂર્યોદય અને આ નવા વર્ષની સાથે ફરીથી એ જોવાની તાકાત મેળવીશ કે મારા જીવનમાં શું છે, કેમકે .....તાપસી પન્નૂની આ તસવીર નૈનીતાલની છે.



ટિસ્કા ચોપડા સહિત આ લોકોએ કરી કૉમેન્ટ-
તાપસી પન્નૂએ આગળ લખ્યું - ઉઠો તો એવી રીતે ઉઠો, ફક્ર બુલંદને, ઝૂકો તો એવી રીતે ઝૂકો જિંદગી પણ નાઝ કરે. એક્ટ્રેસ ટિસ્કા ચોપડાએ કૉમેન્ટમાં દિલવાળી ઇમૉજીની સાથે 
'બ્યૂટીફૂલ' લખ્યુ છે. વળી, 'એસ્પિરેટ્સ' ફેમ અભિલાષ થપલિયાલે કૉમેન્ટમાં દિલવાળી ઇમૉજીની સાથે 'વિન્ડોનુ વૉલપેપર' લખ્યુ છે. તાપસીની બહેન શગુન પન્નૂએ પણ મસલ્સ અને ફાયર વાળી ઇમૉજી કૉમેન્ટ કરી છે. 


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ તાપસી પન્નૂએ ફિલ્મ 'હસીન દિલરૂબા' નેટફ્લિક્સ પર રિલીઝ થઇ. ફિલ્મમાં વિક્રાંત મેસી અને હર્ષવર્ધન પણ લીડ રૉલમાં હતા, ફિલ્મને ઓડિયન્સ અને ક્રિટિક્સ તરફથી સારો રિસ્પૉન્સ મળ્યો છે. હિટ રહી છે, તાપસીની ભૂમિકા અને તેનો અંદાજને ખુબ પસંદ કરવામાં આવી રહ્યાં છે.