અમદાવાદઃ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લાં બે દાયકાથી કામ કરતા અને નરેન્દ્ર મોદીને અત્યંત વિશ્વાસુ મનાતા ભીખુભાઈ દલસાણિયાને હટાવીને રત્નાકરની નિમણૂક કરાઈ છે. ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિમણૂક મુદ્દે અમિત ચાવડાએ કહ્યું છે કે, પહેલાં ભાઉને પ્રદેશ પ્રમુખ બનાવ્યા ને હવે બિહારથી સંગઠન મહામંત્રી લાવ્યા છે.
ચાવડાએ ગુજરાત સરકાર દ્વારા વિજય રૂપાણી સરકારનાં પાંચ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે કરાઈ રહેલી ઉજવણી અંગે ચાવડાએ કહ્યું કે, વિજયભાઈની વિદાયની ઉજવણી થઈ રહી હોય તેવું લાગે છે. વિજયભાઈના CMપદની પુર્ણાહુતીની ઉજવણી ચાલી રહી છે. આ પહેલાં જ્ઞાનશક્તિ કાર્યક્રમમાં બોલતાં વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકારના 5 વર્ષ પૂરા થવા જઆ રહ્યા છે ત્યારે સેવા યજ્ઞ અંતર્ગત લાખો લોકોની સેવા માટે 9 દિવસ કાર્યક્રમો યોજાશે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એ વિકાસના જે પથ દર્શક તૈયાર કર્યા છે તેને આગળ વધારવાનું કામ કરી રહ્યા છીએ. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસ શાનો વિરોધ કરે છે એ ખબર નથી પડી રહી માટે જ લોકો એમનો વિરોધ કરી રહ્યા છે.
ભીખુભાઈ દલસાણિયાના સ્થાને રત્નાકરની ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે એ મુદ્દે ચાવડાએ કહ્યું કે, હવે બિહારથી રત્નાકરને સંગઠન મંત્રી બનાવ્યા છે ત્યારે આશા છે કે, ભીખુભાઇની સેવાઓની તેમની પાર્ટી કદર કરશે અને ભીખુભાઇને મોટી જવાબદારી સોંપી શકે છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડાએ ગુજરાત ભાજપમાં બહુ મોટો ફેરફાર કરીને આશ્ચર્ય સર્જ્યું છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે છેલ્લાં બે દાયકાથી કામ કરતા અને નરેન્દ્ર મોદીને અત્યંત વિશ્વાસુ મનાતા ભીખુભાઈ દલસાણિયાને હટાવી દેવાયા છે. ભીખુભાઈ દલસાણિયાના સ્થાને રત્નાકરની ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે.
ઉત્તરપ્રદેશના દેવરિયાના વતની રત્નાકર બિહારમાં નિમાયા એ પહેલાં ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીના લોકસભા મતવિસ્તાર કાશી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મતવિસ્તાર ગોરખપુર ક્ષેત્રના સંગઠન મંત્રી તરીકે કામ કરતા હતા.