Bhojpuri Actress: ભોજપુરી સિનેમાની સ્ટાર એક્ટ્રેસ અને લોકોમાં ભોજપુરી 'ડ્રીમ ગર્લ' તરીકે જાણીતી થયેલી મોનાલિસાએ ફરી એકવાર પોતાનો જલવો બતાવ્યો છે, તેને હાલમાં જે તસવીરો શેર કરી છે, તેમાં તેનો સેક્સી લૂક જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં જ એક્ટ્રેસે મોનાલિસાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક એકથી કેટલીક ખાસ તસવીરો શેર કરી છે, જેમાં તે બૉલ્ડ લાગી રહી છે. ઘરમાં પૉઝ આપતા આ તસવીરોમાં એક્ટ્રેસે બ્લેક ટૉપ અને બ્લેક પેન્ટને મેચ કર્યુ છે, એક્ટ્રેસે કાંચના ટેકાથી કેમેરા સામે પૉઝ આપ્યા છે. આ દરમિયાન એક્ટ્રેસ ખુલ્લા વાળ રાખ્યા છે અને લૂકને પુરો કરવા સ્મૉકી મેકઅપ પણ કર્યો છે. એક્ટ્રેસનું લેસ વાળું ટૉપ બધાની નજર ખેંચી રહ્યું છે.
એક્ટ્રેસ મોનાલિસાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરતાં કેપ્શન લખ્યું છે - ઇટ્સ ટાઇમ ટૂ રૉક... 🥰…. #patna #diaries #eventready #happiness #dance #monalisa... એક્ટ્રેસની તસવીરો પર લાખોમાં કૉમેન્ટ અને લાઇક્સ આવી રહી છે.
એક્ટ્રેસ મોનાલિસા કાળા કલરના આ ડ્રેસમાં કેમેરા સામે એકથી એક હૉટ પૉઝ આપતી દેખાઇ રહી છે. આ ફોટોશૂટમાં તે એકદમ સેક્સી લાગી રહી છે. મોનાલીસાના સોશિયલ મીડિયા પર 50 લાખથી વધુ ફોલોઅર્સ છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો મોનાલિસા ભોજપુરીમાં 100થી વધુ ફિલ્મો કરી ચૂકી છે. જોકે, આજકાલ તે ટીવી સીરિયલોમં દેખાઇ રહી છે. તેણીએ સેંકડો ભોજપુરી ફિલ્મો તેમજ હિન્દી, બંગાળી, ઉડિયા, તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.