મુંબઇઃ ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ સામાન્ય બાબત બની ગઇ છે. મોટાભાગની એક્ટ્રેસને સંઘર્ષના દિવસો દરમિયાન આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. જોકે, હવે આ મામલે વધુ એક એક્ટ્રેસે ખુલાસો કર્યો છે કે તેને પણ એક ફિલ્મ ડાયરેક્ટરે ફિલ્મ આપવાના બદલાનામાં તેની સાથે સેક્સ કરવાની ઓફર કરી હતી. જોકે, એક્ટ્રેસની વાત સામે આવતા જ પોલીસે ડાયેરેક્ટરની ધરપકડ કરી લીધી છે. 


મલાડ પોલીસે ફિલ્મમાં કામ આપવાના બદલામાં શરીર સંબંધ બાંધવા દબાણ કરવા મામલે ડાયરેક્ટરની ધરપકડ કરી લીધી છે. ડાયેરેક્ટરની ધરપકડ ટિટવાળી વિસ્તારમાંથી થઇ છે. તેના પર આરોપ છે કે ડાયેરેક્ટરે એક બંગાળી એક્ટ્રેસને નેટફ્લિક્સ (Netflix) વેબ સીરીઝમાં કામ કરવા માટે લાલચ આપી હતી, અને તેના કેટલાક પ્રાઇવેટ ફોટોઝ લઇ લીધા હતા. બાદમાં તેને વાયરલ કરવાની ધમકી આપીને શરીર સંબંધ બાંધવાનુ દબાણ કરતો હતો. 


જ્યારે એક્ટ્રેસે આ વાતની ના પાડી તો ડાયેરેક્ટરે સોશ્યલ મીડિયા પર એક મહિલા સબ ડાયરેક્ટરની પ્રૉફાઇલ બનાવીને તેને કૉમ્પ્રૉમાઇઝ કરવાની સલાહ આપવા લાગી. તેમ છતાં તે એક્ટ્રેસ તૈયાર ના થઇ તો તેને તે તસવીરો વાયરલ કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ડાયરેક્ટર બંગાળી એક્ટ્રેસ સાથે શરીર સંબંધ માંગવા માંગતો હતો, તેને કહ્યું હતુ કે જો તારે ફિલ્મમાં કામ કરવુ હોય તો મારી સાથે શરીર સંબંધ રાખવો પડશે. 




આ વાતની પુષ્ટિ કરતા, મલાડ પીએસના ઇન્સ્પેક્ટર ધનંજય લિગાડે ન્યૂઝ એજન્સી ANIને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ડિરેક્ટરે અભિનેત્રી પાસેથી અંતરંગ તસવીરોની માંગણી કરી હતી. પોલીસે નિવેદન તો આપ્યું છે પરંતુ આ અભિનેત્રી કોણ છે તેની જાણ હજુ સુધી થઇ નથી.


આ પણ વાંચો........ 


Coronavirus Cases Today: કોરોના બેકાબૂ બન્યો, છેલ્લા 24 કલાકમાં 2 લાખ 47 હજારથી વધુ કેસ નોંધાયા, 5488 લોકો ઓમિક્રોનથી સંક્રમિત


Electric Vs Petrol Scooter: કયું સ્કૂટર સારું છે ઇલેક્ટ્રિક કે પેટ્રોલ ? જાણો બંનેના ફાયદા અને ગેરફાયદા


એક સાથે 32000 સરકારી પદો પર થશે ભરતી


Railway Recruitment 2022: રેલ્વેમાં ભરતી બહાર પડી, 10 પાસ કરી શકશે અરજી, જાણો સંપૂર્ણ વિગતો


KVS Recruitment 2022: કેન્દ્રીય વિદ્યાલયમાં નોકરીની સૂવર્ણ તક, 15 જાન્યુઆરી સુધી કરી શકાશે અરજી, જાણો વિગતે


Heart Attack:હાર્ટ અટેકનું આ લોકોને વધુ રહે છે વધુ જોખમ, જાણો બચવાનો શું છે ઉપાય