બોલિવૂડ અભિનેત્રી દિશા પટની કોરોના સંકટની વચ્ચે પોતાના પાલતુ કુતરા માટે શોપિંગ કરતી જોવા મળી હતી. આ દરમિયાન તેણે પોતાના પેટ માટે જરૂરિયાત સામાન ખરીદ્યો હતો અને ગાડીમાં બેસીને રવાના થઈ ગઈ
બોલિવૂડ અભિનેત્રી દિશા પટની કોરોના સંકટની વચ્ચે પોતાના પાલતુ કુતરા માટે શોપિંગ કરતી જોવા મળી હતી. આ દરમિયાન તેણે પોતાના પેટ માટે જરૂરિયાત સામાન ખરીદ્યો હતો અને ગાડીમાં બેસીને રવાના થઈ ગઈ હતી. પેટ માટે શોપિંગ કરવા નિકળેલી દિશા પટણી આ દરમિયાન માસ્ક પહેરીને જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે, મુંબઈમાં કોરોના વાયરસનો સૌથી વધુ કહેર જોવા મળી રહ્યો છે. શહેરમાં રહી રહેલા મોટો સેલેબ્સ પણ કોરોની ઝપેટમાં આવી ગયા છે. અનલોકની પ્રક્રિયા શરૂ થયા બાદથી સામાન્ય લોકોની સાથે સેલેબ્સ પણ જરૂર કામ માટે પોતાના ઘરની બહાર નિકળી રહ્યાં છે. પરંતુ આ સેલેબ્સ કોરોનાથી બચવા માટે પોતાના ચહેર પર માસ્ક પહેરીને જોવા મળે છે. લોકડાઉન દરમિયાન તમામ સેલેબ્સની જેમ દિશા પટણી પણ ઘરની અંદર જ રહી હતી પરંતુ તે સોશિયલ મીડિયાના આધારે પોતાના ચાહકોની સાથે સતત જોડાયેલી રહી હતી અને ઈન્સ્ટાગ્રામ પર સતત પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી જોવા મળી હતી. દિશાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની બિલાડીની તસવીર અને વીડિયો શેર કર્યો હતો જે ચાહકોને બહુ જ પસંદ આવ્યો હતો. એટલું જ નહીં થોડા દિવસ પહેલાં જ દિશા પોતે જ પોતના પેટ ડોગ માટે નખ કાપતી જોવા મળી હતી.