Disha Patani Pics: બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણી પોતાની સિઝલિંગ અદાઓથી દરેક વખતે ફેન્સને મદહોશ કરી દે છે. તાજેતરમાં જ તેને ફરી એકવાર આવી જ હૉટ અદાઓથી જલવો બિખેર્યો છે. દિશા પટ્ટણીની ગણતરી સિઝલિંગ અને ગ્લેમરસ એક્ટ્રેસીસમાં થાય છે. તેની કોઇપણ તસવીર હોય મિનીટોમાં જ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. તેને રાત્રે એક રેસ્ટૉરન્ટની બહાર જોવામાં આવી હતી. આ દરમિયાન પૈપરાજીએ તેની તસવીરો કેમેરામાં કેપ્ચર કરી લીધી હતી. 

Continues below advertisement

દિશા પટ્ટણીની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે મોડી રાત્રે બાન્દ્રાના અકીના રેસ્ટૉરન્ટમાંથી બહાર નીકળતી દેખાઇ રહી છે. આ દરમિયાન તેને પિન્ક અને ઓરેન્જ શેડમાં ફ્લૉરલ કૉર્સેટ આઉટફિટ કેરી કર્યો છે. આ ઓફ શૉલ્ડર ડ્રેસની સાથે તેને નાજુક લૉકેટને એસેસરીઝ કર્યુ છે. વન સાઇડ શૉલ્ડર પર તેને પોતાના હેયર્સને સ્ટાઇલ કર્યા છે. તસવીરોમાં તમે જોઇ શકો છો કે, દિશાની પાછળ ઉભા રહેલા પૈપરાજી તેને કેમેરામાં કેદ કરી રહ્યાં છે.

Continues below advertisement

આ દરમિયાન દિશા પટ્ટણીના જમણા પગમાં બાંધેલી પટ્ટીએ તમામ લોકોનુ ધ્યાન ખેંચ્યુ હતુ. તાજેતરમાં જ એક્ટ્રેસે ઇન્સ્ટા પર પોતાના પગમાં થયેલી ઇજા વિશે ફેન્સને અપડેટ આપ્યુ હતુ. સ્ટૉરીમાં તેને પોતાના પગની એક ઝલક બતાવી હતી. જેને તે બરફથી ભરેલા પાણીમાં શેક લઇ રહી હતી. આ શેર કરતા જ તેને લખ્યું- શું હું એક અઠવાડિયા માટે ઇજાથી બચી શકુ છું, હું ચીજોને કરવામાં આટલી અનાડુ કેમ છું. 

વર્કફ્રન્ટની વાત કરીએ તો જલદી દિશા પટ્ટણી ફિલ્મ 'યોદ્ધા' માં સિદ્વાર્થ મલ્હોત્રા સાથે દેખાશે. આ ઉપરાંત તે ફિલ્મ 'પ્રૉજેક્ટ'નો પણ ભાગ છે.