Sussanne Khan-Arslan Goni Pics: બૉલીવુડ સુપરસ્ટાર ઋત્વિક રોશનની એક્સ વાઇફ સુઝૈન ખાન આજકાલ ખુબ ચર્ચામાં છે, સુઝૈન ખાન તાજેતરમાં જ પોતાના નવા બૉયફ્રેન્ડ અર્સલાન ગોનીની સાથે બ્રાન્દ્રામાં સ્પૉટ થઇ હતી. જ્યાં તે બન્ને એક ઇવેન્ટ હૉસ્ટ કરવા પહોંચ્યા હતા. જુઓ આ કપલની ક્યૂટ તસવીરો. સુઝૈન ખાન તાજેતરમાં જ મુંબઇના બ્રાન્દ્રા વિસ્તારમાં એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા, જ્યાં તે એક પ્રિન્ટેડ બૉડીકૉન ડ્રેસમાં દેખાઇ હતી.
આ દરમિયાન તેની સાથે બૉયફ્રેન્ડ અર્સલાન ગોની પણ જોવા મળ્યો હતો. બન્ને અહીં એક ઇવેન્ટને હૉસ્ટ કરવાં પહોંચ્યા હતા. વળી, અર્સલાન ગોની આ દરમિયાન બ્લેક શર્ટ અને બ્લૂ જીન્સમાં દેખાયો હતો. તેને સુઝૈન ખાનની સાથે પૈપરાજીને જબરદસ્ત પૉઝ આપ્યા હતા.
વળી, તેની ઉપરાંત આ ઇવેન્ટમાં ટીવી એક્ટ્રેસ જાસ્મિન ભસીન પણ પહોંચી હતી. જે એકદમ કેજ્યૂઅલ લૂકમાં દેખાઇ હતી. આ દરમિયાન તેનો બૉયફ્રેન્ડ અને ટીવી એક્ટર અલી ગોની પણ ત્યાં સ્પૉટ થયો હતો. અલી હંમેશાની જેમ આ વખતે પણ ડેશિંગ લૂકમાં ઇવેન્ટ એટેન્ડ કરવા પહોંચ્યો હતો.
છેલ્લા કેટલાય સમયથી જાસ્મિન અને અલી બન્ને એક બીજાને ડેટ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અલી, અર્સલાન ગોની બન્ને ભાઇ છે. વળી, મૉડલ, એક્ટ્રેસ અને ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટાનકૉવિક આ દરમિયાન બ્લેક ડ્રેસમાં કેર વર્તાવી રહી હતી.
આ ઉપરાંત ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના પણ આ ઇવેન્ટમાં સામેલ થઇ હતી. તે પણ એકદમ કૂલ લૂકમાં દેખાઇ હતી. જૉર્જિયા એન્ડ્રિયાની આ દરમિયાન લાઇટ પિન્ક ડ્રેસમાં એકદમ બાર્બી ડૉલ લાગી રહી હતી.