Pm Kisan Yojana: દેશના કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર છે. જો તમે પણ ખેડૂત છો અને PM કિસાન યોજનામાં નોંધણી કરાવી છે, તો તમારે 31મી જુલાઈ પહેલા KYC કરાવવું જરૂરી છે. કેન્દ્ર સરકારે KYC માટેની છેલ્લી તારીખ લંબાવી છે. જો તમે સમયસર તમારું KYC નહીં કરાવો, તો પછીના હપ્તાના પૈસા તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.


31મી મેના રોજ ટ્રાન્સફર થયો 11મો હપ્તો


31 મેના રોજ કેન્દ્ર સરકારે 11મા હપ્તાના પૈસા કરોડો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા છે. સરકાર દર 4 મહિને 2000-2000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ સરકારી યોજનામાં ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે.


તમે આ રીતે eKYC ઓનલાઈન કરી શકો છો


ઇ-કેવાયસી કરાવવા માટે, તમારે પહેલા સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જવું પડશે.


તમને ઉપરના જમણા ખૂણામાં e-kyc નો વિકલ્પ દેખાશે.


તમારે આ eKYC પર ક્લિક કરવાનું રહેશે.


હવે તમારે તમારો આધાર નંબર નાખવો પડશે.


આ પછી તમારે ઇમેજ કોડ નાખવો પડશે અને સબમિટ બટન પર ક્લિક કરવું પડશે.


હવે તમારે તમારો મોબાઈલ નંબર નાખવો પડશે અને OTP ભરવો પડશે.


આ પછી, જો તમારી બધી વિગતો સંપૂર્ણપણે માન્ય છે, તો તમારી eKYC પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.


જો તમારી પ્રક્રિયા યોગ્ય નથી તો invalid લખવામાં આવશે.


તમે આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને આને સુધારી શકો છો.


KYC કેવી રીતે કરવું?


ખેડૂતો બે રીતે પીએમ કિસાન માટે ઇ-કેવાયસી પૂર્ણ કરી શકે છે. ઇ-કેવાયસી પ્રક્રિયા ઘરે બેઠા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન પૂર્ણ કરી શકાય છે. આ ઉપરાંત ખેડૂતો તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)ની મુલાકાત લઈને પણ તેમનું ઈ-કેવાયસી કરાવી શકે છે.


યોજનાનો લાભ કોને મળે છે?


આ યોજનાનો લાભ એવા ખેડૂતોને મળશે જેમની પાસે ખેતી માટે 2 હેક્ટરથી ઓછી જમીન છે. આ સાથે જ આ યોજનાનો લાભ એવા ખેડૂતો જ મેળવી શકે છે, જેમને અન્ય કોઈપણ પ્રકારની સરકારી પેન્શનનો લાભ મળતો નથી.