મહેસાણા: આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ મહેસાણા આવી રહ્યા છે. જો કે અરવિંદ કેજરીવાલના આગમન પહેલા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સામે ફરિયાદ થતા રાજકારણ ગરમાયું છે. મહેસાણા જિલ્લા પ્રમુખ ભગત પટેલ સહિત 4 સામે ફરિયાદ નોંધાઈ છે. કેજરીવાલની રેલી પૂર્વે ફરિયાદ દાખલ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે. સામે આવેલી વિગતો અનુસાર મનીષ બ્રહ્મભટ્ટ અને તેમના ગ્રુપ દ્વારા કેજરીવાલની રેલી પૂર્વે મહેસાણામાં બેનર લગાવાઈ રહ્યા હતા. આ બેનરમાં કેજરીવાલને સવાલ કરવામાં આવ્યા હતા. બેનર લગાવવા મામલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ભગત પટેલે માર માર્યો હોવાની વાત સામે આવી છે.મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.


તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મહેસાણામાં તિરંગા યાત્રા યોજાવાની છે. આજે બપોરે 4.30 કલાકે તિરંગાયાત્રાનો પ્રારંભ થશે. મહેસાણા સિવિલ હોસ્પિટલથી મુખ્ય બજાર તોરણ વાળી માતાના ચોક સુધી તિરંગા યાત્રા યોજાશે. કેન્દ્રીય તેમજ ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ આ તિરંગા યાત્રામાં જોડાશે. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તિરંગા યાત્રામાં જોડાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


રાહુલ ગાંધીને ફરીથી પાર્ટી અધ્યક્ષ બનાવવા દિલ્હી કોંગ્રેસે કર્યું આ કામ...
Resolution to Make Rahul Gandhi Party President: દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના (Delhi Congress) અધ્યક્ષ અનિલ કુમારે કહ્યું કે, પ્રદેશ કોંગ્રેસે રવિવારે સર્વ સંમત્તિથી એક ઠરાવ પસાર કર્યો છે અને રાહુલ ગાંધીને (Rahul Gandhi) ફરીથી કોંગ્રેસ પાર્ટીનું અધ્યક્ષ સંભાળવા માટે અનુરોધ કર્યો છે. અનિલ કુમારે (Anil Kumar) કહ્યું કે, બે દિવસ માટે યોજાયેલ નવ સંકલ્પ શિબિરમાં આ ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો.


દિલ્હી કોંગ્રેસ દ્વારા પસાર થયેલા આ ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં જેને પાર્ટી માટે "પડકારરૂપ સમય" કહેવામાં આવી રહ્યો છે તેવા સમયમાં માત્ર રાહુલ ગાંધી જેવા નેતા જ કોંગ્રેસને "મજબૂત" અને "ફરીથી જીવંત" કરી શકે છે. કુમારે કહ્યું, "રાજિન્દર નગર પેટાચૂંટણી માટેના કોંગ્રેસના ઉમેદવાર પ્રેમ લતાએ પણ નવ સંકલ્પ શિવિરમાં ભાગ લીધો હતો, અને એવો સંકલ્પ કરવામાં આવ્યો હતો કે પાયાના સ્તરથી લઈને ટોચના નેતૃત્વ સુધીના કોંગ્રેસના કાર્યકરો તેમની જીત સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક લોકો પાસે જશે અને ભાજપ અને આમ આદમી પાર્ટી (AAP)નો પર્દાફાશ કરશે.


તેમણે કહ્યું કે, તે જોઈને આનંદ થાય છે કે ઘણા વરિષ્ઠ નેતાઓએ સ્વેચ્છાએ બૂથ ટેબલનું સંચાલન કરવા અને કોંગ્રેસના ઉમેદવાર માટે લોકોનું સમર્થન મેળવવા માટે કામ કર્યું છે. કુમાર ઉપરાંત, દિલ્હી કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ, ભૂતપૂર્વ સાંસદો રમેશ કુમાર અને ઉદિત રાજ, દિલ્હીના ભૂતપૂર્વ પ્રધાનો હારૂન યુસુફ, ડૉ. કિરણ વાલિયા અને નરેન્દ્ર નાથ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.