બોલિવૂડના જાણીતા અને દિગ્ગજ એક્ટર દિલીપ કુમારનું 98 વર્ષની વયે નિધન થયું છે. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં તેમણે આજે સવારે અંતિમ શ્વાસ લીધા.
આજે સવારે 7-30 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફને કારણે ફરી એક વખત 29 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમય દરમિયાન તેમના પત્ની શાયરા બાનો તેમની સાથે જ હતા અને તેમણે ફેન્સને આશ્વાસન આપ્યું હતું કે તેમની સ્થિતિ સ્થિર છે.
શાયરા બાનોએ અંતિમ ટ્વીટમાં લખ્યું હતું, “દિલીપ કુમાર સાહેબની તબીયત હાલમાં સ્થિર છે. તેઓ હાલમાં પણ આઈસીયૂમાં છે, અમે તેને ઘરે લઈ જવા માગીએ છીએ પરંતુ અમે ડોક્ટરોની મંજૂરની રાહ જોઈ રહ્યા છીએ કારણ કે તેમને ખબર છે કે જેવા જ ડોક્ટર મંજૂરી આપશે તેમને ઘરે લઈ જવામાં આવશે. તેમને આજે ડિસ્ચાર્જ કરવામાં નહીં આવે. તેમના ફેન્સની દુઆની જરૂરત છે, તે ટૂંકમાં જ પરત આવશે.”
વિતેલા મહિનાની શરૂઆતમાં પણ દિલીપ કુમારને શ્વાસ વામાં તકલીફ થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દિલીપ કુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. દિલીપ કુમારનું સાચું નામ યુસુફ ખાન છે. 1966માં દિલીપ કુમારે એક્ટ્રેસ સાયરા બાનો સાથે લગ્ન કર્યા હતા. તેને 191માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1994માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2015માં દિલીપ કુમારને પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા હતા. વર્ષ 200માં દિલીપ કુમાર રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. વર્ષ 1949માં આવેલી ફિલ્મ અંદાજથી દિલીપ કુમારને વધુ પ્રસિદ્ધી મળી. 1951માં દિદાર, 1955માં દેવદાસ જેવી ફિલ્મોમાં ભૂમિકાથી તેમને ટ્રેજેડી કિંગની ઓળખ મળી.
‘ટ્રેજેડી કિંગ’ તરીકે ઓળકાતા દિલીપ કુમારે 1944માં જ્વારા ભાટા ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી ને પોતાના પાંચ દાયકાની લાંબી કારકિર્દીમાં તેમણે ‘મુગલ-એ-આઝમ’, ‘દેવદાકસ’, ‘નયા દૌર’, ‘રામ ઔર શ્યામ’ જેવી હિટ ફિલ્મો આપી. તેઓ છેલ્લે 1998માં આવેલ ફિલ્મ ‘કિલા’માં જોવા મળ્યા હતા.
તેમના નિધન બાદ બોલિવૂડના દિગ્ગજ સહિત અને નેતાઓ પણ તેમને શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી અને રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલી પાઠવી છે.
પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “દિલીપ કુમાર જીને સિનેમાના એક લીજેન્ડ તરીકે યાદ કરવામાં આવશે. તેમને અદ્વિતીય પ્રતિભાના આશીર્વાદ મળ્યા હતા, જેના કારણે પેઢીઓ સુધી દર્શકો મંત્રમુગ્ધ થયા હતા. તેમનું જવું સાંસ્કૃતિક દુનિયા માટે એક ક્ષતિ છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ફેન્સ પ્રત્યે સંવેદના. શ્રદ્ધાંજલિ”
રાહુલ ગાંધી પણ પણ દિલીપ કુમારને શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, “દિલીપ કુમાર જીના પરિવાર, મિત્રો અ ફેન્સને પ્રત્યે મારી હાર્દિક સંવેદના છે. ભારતીય સિનેમામાં તેમનું અસાધારણ યોગદાનને આવનાર પેઢીઓ માટે યાદ કરવામાં આવશે.”