ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 69  કેસ નોંધાયા છે જ્યારે 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાજ્યમાં આજે 208  લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.  હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 2193 છે. જે પૈકી 11 દર્દી વેન્ટીલેટર પર છે. 


રાજ્યમાં એક દિવસમાં 208  દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,11,699 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.51 ટકા છે. અત્યાર સુધીમાં 2,73,25,191 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine)આપવામાં આવ્યા છે. આજે કુલ 2,17,786 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.  ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.


જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 296 ને પ્રથમ જ્યારે 6945 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 37719 લોકોને પ્રથમ 56654 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના 109515 લોકોને રસીનો પ્રથમ અને 6657 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આજના દિવસમાં કુલ 2,17,786 લોકોને રસી અપાઇ હતી. જ્યારે અથ્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 2,73,25,191 લોકોને રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10072 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.51 ટકા છે. 


અમદાવદા શહેરમાં સૌથી વધુ 11 કેસ નોંધાયા છે જ્યારે સુરત શહેરમાં 9, રાજકોટ શહેરમાં 7, બનાસકાંઠામાં 5, વડોદરામાં 5, ભરૂચમાં 4, ગાંધીનગરમાં 3, ગીરસોમનાથમાં 2, જામનગરમાં 2, કચ્છમાં 2, વડોદરામાં 2 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 14 જિલ્લા અને એક મહાનગરમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જ્યારે આજે ફક્ત એક જ મૃત્યુ થયું છે. જ્યારે સાજા થયેલા દર્દીઓની સૌથી વધુ અમદાવાદમાં 55, ગીર સોમનાથમાં 35, ગાંધીનગર શહેર અને આણંદમાં 15-15 દર્દી સાજા થયા છે.